આગામી 72 કલાક ગુજરાતમાં મેઘો મચાવશે તાંડવ !રાજકોટમાં 48 કલાકમાં 16 ઇંચથી વધુ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ થયો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. અનેક જગ્યાએ પૂર જેવી સ્થિતિ છે. ત્યારે હવામાન…

Varsadstae

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ થયો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. અનેક જગ્યાએ પૂર જેવી સ્થિતિ છે. ત્યારે હવામાન વિભાગે આગામી 72 કલાક એટલે કે આગામી 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. આ ત્રણ દિવસ ગુજરાતની જનતા માટે ભારે રહેશે. આ સાથે રાજ્યની અનેક પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.

અનેક જિલ્લાઓમાં 72 કલાક માટે રેડ એલર્ટ
આગામી 72 કલાક માટે અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ગુજરાત તરફ આફત આવી રહી છે. ઘણા જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. 3 વરસાદી સિસ્ટમ બની રહી છે. જેના કારણે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જેમાં હવામાન વિભાગે પાટણ, મહેસાણા, ગાંધીનગર, જામનગર સિવાય સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આગામી 24 કલાક દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.

આ જિલ્લામાં રેડ એલર્ટ
કચ્છ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે સોમવારે ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને વરસાદ સંબંધિત ઘટનાઓમાં ત્રણ લોકોના મોત થયા હતા અને સાત લોકો ગુમ થયા હતા. સેંકડો લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

ભારતીય હવામાન વિભાગ (IMD) એ ગુરુવાર સવાર સુધી રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ અને કેટલાક સ્થળોએ અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે, ત્યારબાદ વહીવટીતંત્ર સજ્જ થઈ ગયું છે. IMD દ્વારા જારી કરાયેલ રેડ એલર્ટને ધ્યાનમાં રાખીને, તમામ કલેક્ટરને તેમના કર્મચારીઓની રજાઓ રદ કરવા માટે કહેવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *