ગુજરાત માથે ત્રણ સિસ્ટમ સક્રિય:5 દિવસ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. આ સાથે ગુજરાતમાં આજથી (24 ઓગસ્ટ)થી તહેવારોની શરૂઆત થઈ ગઈ છે અને ચાર…

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. આ સાથે ગુજરાતમાં આજથી (24 ઓગસ્ટ)થી તહેવારોની શરૂઆત થઈ ગઈ છે અને ચાર દિવસનું વેકેશન પણ શરૂ થઈ ગયું છે. અત્યારે મેઘરાજા પણ મન મૂકીને વરસવાની તૈયારી કરી રહ્યા છે. ગુજરાતમાં હાલમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી સાર્વત્રિક ભારે વરસાદની સંભાવના છે. 29 ઓગસ્ટ સુધી રાજ્યના ઘણા જિલ્લાઓમાં હવામાન વિભાગે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે. ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં આજે ભારે વરસાદ માટે રેડ એલર્ટ.

ગુજરાતમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય
હાલમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે આવતીકાલથી સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર થશે. એટલે કે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. હાલમાં, ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય છે, જેમાં ગઈકાલ સુધી મહારાષ્ટ્રથી ઉત્તર કેરળ સુધીનો ઑફશોર ટ્રફ આજે દક્ષિણ ગુજરાત તરફ આગળ વધ્યો છે. જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *