ધોની અને કોહલી ના કરી શક્યા એ રોહિત શર્માએ કરી બતાવ્યું, ઇનિંગ જઈને ફેન્સ ડાન્સ કરવા લાગ્યાં

ભારતીય કેપ્ટન રોહિત શર્મા સોમવારે ઓસ્ટ્રેલિયા સામે T-20 વર્લ્ડ કપ 2024 ની સુપર-8 મેચમાં સદી ફટકારવાની ખૂબ નજીક આવી ગયો હતો. તેણે 41 બોલમાં 92…

Rohit sharma

ભારતીય કેપ્ટન રોહિત શર્મા સોમવારે ઓસ્ટ્રેલિયા સામે T-20 વર્લ્ડ કપ 2024 ની સુપર-8 મેચમાં સદી ફટકારવાની ખૂબ નજીક આવી ગયો હતો. તેણે 41 બોલમાં 92 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. જોકે, તે માત્ર આઠ રનથી સદી ચૂકી ગયો હતો.

રોહિત શર્માનું બેટ છેલ્લી કેટલીક મેચોથી શાંત હતું અને ચાહકો તેની પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા રાખતા હતા. T20 વર્લ્ડ કપ નોકઆઉટ પહેલા રોહિતનું ફોર્મમાં પરત આવવું એ ભારત માટે સારો સંકેત છે. આ ઇનિંગની મદદથી રોહિત શર્માએ પણ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે.

ઓસ્ટ્રેલિયાએ આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી ન હતી. ટીમે ઓપનર વિરાટ કોહલીની વિકેટ સસ્તામાં ગુમાવી દીધી હતી. આ પછી રોહિતે શાનદાર ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં સાત ચોગ્ગા અને આઠ છગ્ગા ફટકાર્યા હતા. ભારતે 205 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ભારતે આ મેચ 24 રને જીતી લીધી હતી.

રોહિત શર્માને તેની જોરદાર ઇનિંગ માટે પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. આ સાથે રોહિત T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય કેપ્ટન બની ગયો છે. આ મેગા ઈવેન્ટની અગાઉની આઠ આવૃત્તિઓમાં અન્ય કોઈ ભારતીય કેપ્ટને આ એવોર્ડ જીત્યો ન હતો.

ભારતના 206 રનના લક્ષ્યનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ ઓપનર ટ્રેવિસ હેડ (76 રન)ની અડધી સદી અને તેના કેપ્ટન મિચેલ માર્શ (37) સાથે બીજી વિકેટ માટે 81 રનની ભાગીદારી અને ગ્લેન મેક્સવેલ (37) સાથે ત્રીજી વિકેટ માટે 41 રનની ભાગીદારી નોંધાવી હતી.

આમ છતાં સાત વિકેટે માત્ર 181 રન જ બનાવી શક્યા. ભારત તરફથી અર્શદીપે 37 રનમાં ત્રણ જ્યારે કુલદીપ યાદવે 24 રનમાં બે વિકેટ ઝડપી હતી. અક્ષર પટેલ (21 રનમાં એક વિકેટ) અને જસપ્રિત બુમરાહે (29 રનમાં એક વિકેટ) પણ એક-એક વિકેટ લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *