રાજકોટ લોકસભા બેઠક જીત્યા બાદ સાંસદ પરષોત્તમ રૂપાલા પ્રથમ વખત રાજકોટ આવ્યા હતા. પરષોત્તમ રૂપાલાએ રાજકોટ જિલ્લા પંચાયત કચેરી ખાતે વિવિધ પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. પદાધિકારીઓ સાથે સાંસદ રૂપાલાએ રાજકોટ જિલ્લા પંચાયતના અધિકારીઓ સાથે પણ બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજકોટ જિલ્લા પંચાયતના નવા મકાનના નિર્માણ અંગે પદાધિકારીઓ અને અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી.
રાજકોટ જિલ્લા પંચાયત ખાતે પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે બેઠક યોજ્યા બાદ રાજકોટના સાંસદ પરષોત્તમ રૂપાલા પત્રકારોને મળ્યા હતા. આ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમની ત્રીજી ટર્મની સરકારમાંથી કેમ હટાવવામાં આવ્યા તેવો સવાલ પૂછવામાં આવ્યો હતો. આ પ્રશ્નના જવાબમાં પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે મંત્રી પદ આપવા કે ન આપવાના કોઈ કારણો નથી. પાર્ટી અને વડાપ્રધાનનો નિર્ણય યોગ્ય રહેશે. હું તેમના નિર્ણયને આવકારું છું.