હવામાન વિભાગે 4 જૂને રાજ્યમાં શુષ્ક હવામાન રહેવાની આગાહી કરી છે.આ ઉપરાંત કચ્છમાં 35થી 39 ડિગ્રી અને ભુજમાં 38થી 40 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. અમરેલી, ભાવનગર, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 42 થી 44 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે.
હવામાનશાસ્ત્રી પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે જૂનમાં ગરમી, પ્રિ-મોન્સૂન અને ચોમાસું ક્યારે સેટ થશે. પરેશ ગોસ્વામીએ કરેલી આગાહી મુજબ ગુજરાતમાં ચોમાસું નિયત તારીખ કરતાં અઢીથી ત્રણ દિવસ વહેલું આવી શકે છે. તમને જણાવી દઈએ કે, હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં 15 જૂનથી ચોમાસું શરૂ થશે.
કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગની વધુ એક આગાહી બહાર આવી છે. રાજ્યમાં આગામી 7 દિવસ સુધી તાપમાન યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 3 દિવસ સુધી ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે. તો બનાસકાંઠા, પાટણ, કચ્છ, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. અરબી સમુદ્રમાંથી આવતા ભેજને કારણે ઝાપટામાં વધારો થઈ શકે છે.