5 લાખ રૂપિયાની રેન્જમાં 25 કિમીની માઈલેજ આપશે મારુતિની આ કાર

મજબૂત માઇલેજ ધરાવતી કારની યાદીમાં રેનો અને મારુતિ સુઝુકીના મોડલનો સમાવેશ થાય છે. આ કાર્સ 5 લાખ રૂપિયાની રેન્જમાં માર્કેટમાં છે અને લગભગ 25 કિલોમીટરની…

Maruti

મજબૂત માઇલેજ ધરાવતી કારની યાદીમાં રેનો અને મારુતિ સુઝુકીના મોડલનો સમાવેશ થાય છે. આ કાર્સ 5 લાખ રૂપિયાની રેન્જમાં માર્કેટમાં છે અને લગભગ 25 કિલોમીટરની માઈલેજ આપે છે.

Renault Kwid પાસે 279 લિટરની બૂટ સ્પેસ છે, જેને 620 લિટર સુધી વધારી શકાય છે. ફ્લોર કન્સોલ તેના AMT ડાયલ સાથે જોડાયેલ છે. આ કારની એક્સ-શોરૂમ કિંમત 4.70 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

બજેટ ફ્રેન્ડલી કારની યાદીમાં મારુતિ સુઝુકીના ત્રણ વાહનો સામેલ છે. મારુતિ અલ્ટો K10 એ 5-સીટર SUV છે. તેમાં ઓટો ગિયર શિફ્ટ ટેક્નોલોજીની પણ સુવિધા છે. મારુતિ અલ્ટો K10ની એક્સ-શોરૂમ કિંમત 3.99 લાખ રૂપિયા છે.

મારુતિ સુઝુકી Eeco પેટ્રોલ વેરિઅન્ટમાં 19.71 km/l ની માઈલેજ આપે છે. જ્યારે તેનું CNG વેરિઅન્ટ 26.78 km/kg ની માઈલેજ આપે છે. મારુતિની આ કારની એક્સ-શોરૂમ કિંમત 5.32 લાખ રૂપિયા છે.

મારુતિ સુઝુકી એસ-પ્રેસો પણ 5 સીટર કાર છે. મારુતિના આ મોડલમાં સ્માર્ટ પ્લે સ્ટુડિયો સાથે ડાયનેમિક સેન્ટર કન્સોલ છે. મારુતિ S-Pressoની એક્સ-શોરૂમ કિંમત 4,26,500 રૂપિયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *