હવામાન વિભાગે આગામી ચાર દિવસ (19 થી 22 જુલાઈ) સુધી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ ભારે વરસાદની પણ શક્યતા છે.
આગામી બે દિવસ સુધી, ગુજરાત રાજ્યના સમગ્ર દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે, કારણ કે વીજળીના કડાકા સાથે જોરદાર પવન ફૂંકાય તેવી શક્યતા છે. આ પવનની ઝડપ 45 થી 55 કિમી પ્રતિ કલાકની રહેશે. જ્યારે તેની સ્પીડ વધીને 65 કિમી પ્રતિ કલાક થઈ શકે છે.