ગુજરાત પર 3 સિસ્ટમ સક્રિય:5 દિવસ મેઘરાજા ધડબડાટી બોલાવશે

ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી આગામી 5 દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે છેલ્લા એક સપ્તાહથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની…

Varsadf

ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી આગામી 5 દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે છેલ્લા એક સપ્તાહથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે, જેના કારણે સુરતમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. આજે ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી રેડ એલર્ટ પર છે જ્યારે વડોદરા, આણંદ, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ, બોટાદ, અમરેલી અને ગીર સોમનાથ ઓરેન્જ એલર્ટ પર છે.

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે 5 ડેમ ઓવરફ્લો થયા છે

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે 5 ડેમ ઓવરફ્લો થતાં આસપાસના ગામોને એલર્ટ કરાયા છે. તાપી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી પડી રહેલા મુશળધાર વરસાદને કારણે સોનગઢનો ડોસવાડા ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ પૂર્ણતાના સ્તરથી બે ફૂટ ઉપર વહી રહ્યો છે. ડેમની કુલ સપાટી 405 ફૂટ છે અને તંત્ર દ્વારા 11થી વધુ નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે અને જૂનાગઢના વિસાવદરનો ધ્રાફડ ડેમ ઓવરફ્લો થયો છે. જેથી તેના બે દરવાજા દોઢ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે અને સરસાઈ, ચાપરડા, નવી ચાવંડ અને ખીજડીયાના નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે. ડેમના દરવાજા ખોલવાથી ઘેડ પંથકમાં સ્થિતિ વધુ વણસે તેવી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *