પૂર્વ એશિયામાં આવેલું જાપાન હાલમાં શાનશાન ચક્રવાતને કારણે મોટી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. આ ગંભીર ચક્રવાત 250KM પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. સરકારે જાપાનના બે રાજ્યો મિયાઝાકી અને કાગોશિમામાં ચેતવણી જાહેર કરી છે. ચક્રવાતને કારણે તમામ સરકારી વિભાગોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. આ ચક્રવાત પહેલા પણ ઘણી વખત તબાહી મચાવી ચૂક્યું છે. જેના કારણે જાપાનમાં 219 ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે. જાણવા મળ્યું છે કે મોટી કાર મેન્યુફેક્ચરિંગ કંપની ટોયોટાએ પણ તેના 14 પ્લાન્ટ બંધ કરી દીધા છે. વાવાઝોડાને કારણે સરકાર બંને રાજ્યોમાંથી 8 લાખ લોકોને અન્ય સ્થળોએ મોકલશે. રાજધાની ટોક્યોમાં બુલેટ ટ્રેન, ટ્રેન, ફ્લાઇટ અને પોસ્ટલ સેવાઓ પણ આગામી આદેશ સુધી બંધ કરી દેવામાં આવી છે.
મીડિયા અનુસાર, જાપાની હવામાન એજન્સી (JMA) એ અનુમાન લગાવ્યું છે કે વાવાઝોડું બુધવારે બપોરે 2 વાગ્યે યાકુશિમા ટાપુથી લગભગ 70KM દૂર હતું. જે ઝડપથી દક્ષિણ-પશ્ચિમ તરફ આવી રહ્યું છે. તોફાન મિયાઝાકી અને કાગોશિમામાં વધુ નુકસાન કરી શકે છે. એવો અંદાજ છે કે તે ઝડપથી દક્ષિણી ટાપુ ક્યુશુ તરફ આગળ વધશે. કેબિનેટ સચિવ હયાશીના જણાવ્યા અનુસાર, આ તોફાન 250KM પ્રતિ કલાકની ઝડપે આવશે. જે ઘણો વિનાશ કરી શકે છે. શાનશાન પહેલા આ મહિને વાવાઝોડું આવ્યું હતું, જેના કારણે કેટલાક શહેરોમાં અંધારપટ છવાઈ ગયો હતો. એમ્પિલ નામના વાવાઝોડાને કારણે સેંકડો ફ્લાઈટ અને ટ્રેનો અટકાવી દેવામાં આવી હતી.
25 હજાર લોકોને પરિવહનમાં મુશ્કેલીનો સામનો કરવો પડશે
શાનશાન આગામી થોડા દિવસોમાં ક્યુશુના કિનારે ટકરાઈ શકે છે. એવો અંદાજ છે કે તે આ સપ્તાહના અંત સુધીમાં ટોક્યો સહિત પૂર્વ અને મધ્ય વિસ્તારોમાં પહોંચી શકે છે. જે બાદ કાગોશિમા અને સેન્ટ્રલ હોન્શુ ટાપુમાંથી 8 લાખ લોકોને સ્થળાંતર કરવાના આદેશ આપવામાં આવ્યા છે. ટોયોટાએ તેની 14 ફેક્ટરીઓ બંધ કરી દીધી છે. જાપાન એરલાઈન્સ બુધવાર અને ગુરુવારે 172 ડોમેસ્ટિક ફ્લાઈટ્સ ગ્રાઉન્ડ કરશે. ચાર ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પણ રદ્દ કરવામાં આવી છે. જેના કારણે 25 હજાર મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. 219 ડોમેસ્ટિક ફ્લાઈટ્સ બંધ રહેશે. કુમામોટો અને કાગોશિમા ચુઓ વચ્ચેની બુલેટ ટ્રેન સેવાઓ પણ રદ કરવામાં આવી છે.