સોશિયલ મીડિયા પર કોઈ પોસ્ટ ક્યારે વાઈરલ થઈ જશે તેની કોઈને ખબર નથી. હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે 188 વર્ષીય બાબાને બેંગલુરુ પાસેની ગુફામાંથી બચાવી લેવામાં આવ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બે લોકો એક વૃદ્ધ વ્યક્તિને ટેકો આપી રહ્યા છે અને તેને ચાલવામાં મદદ કરી રહ્યા છે. આ વ્યક્તિની સફેદ દાઢી છે અને તે નમેલી છે. તેના હાથમાં એક લાકડી પણ છે જેનાથી તે પોતાનું સંતુલન જાળવી રાખે છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ‘Concerned Citizen’ હેન્ડલથી શેર કરવામાં આવ્યો હતો. આ પોસ્ટ તરત જ ધ્યાન આકર્ષિત કરે છે અને 30 મિલિયન (3 કરોડ) થી વધુ વખત જોવામાં આવી હતી. પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે આ ભારતીય વ્યક્તિ હમણાં જ એક ગુફામાંથી મળી આવ્યો હતો. દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમની ઉંમર 188 વર્ષ છે. ઈનક્રેડિબલ!
જો કે, વિડિયોના દાવા પર તરત જ શંકા કરવામાં આવી હતી અને કેટલાક અહેવાલોએ સૂચવ્યું હતું કે વિડિયોમાં દેખાતો વ્યક્તિ 188 વર્ષનો નથી, પરંતુ 110 વર્ષનો હિન્દુ સંત છે જે મધ્ય પ્રદેશનો છે. આ વિડિયોમાં દેખાતા વૃદ્ધની અસલી ઓળખ મધ્યપ્રદેશના ખરગોન જિલ્લામાં રહેતા ‘સિયારામ બાબા’ છે.
ડેટા વેરિફિકેશન ગ્રુપ ડી-ઈન્ટેન્ટ ડેટાએ પણ આ વાયરલ વીડિયોને ભ્રામક ગણાવ્યો છે. D-Intent ડેટાએ તેના પર લખ્યું છે પરંતુ સત્ય એ છે કે લગભગ 110 વર્ષીય ‘સિયારામ બાબા’ નામના આ વ્યક્તિએ સ્પષ્ટ કર્યું છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા સમાચારને તપાસવું ખૂબ જ જરૂરી છે.