1 ઓગસ્ટથી લાગૂ થશે ફાસ્ટેગને લગતા નવાં આકરા નિયમો, જાણો શું થશે ફેરફાર, આ રહ્યું આખું લિસ્ટ

1 ઓગસ્ટથી ફાસ્ટેગ સંબંધિત સેવાઓ પર નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે. હવે વાહન લીધા બાદ 90 દિવસમાં વાહનનો રજીસ્ટ્રેશન નંબર ફાસ્ટેગ નંબર પર…

1 ઓગસ્ટથી ફાસ્ટેગ સંબંધિત સેવાઓ પર નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે. હવે વાહન લીધા બાદ 90 દિવસમાં વાહનનો રજીસ્ટ્રેશન નંબર ફાસ્ટેગ નંબર પર અપલોડ કરવાનો રહેશે. જો નિર્ધારિત સમયની અંદર નંબર અપડેટ નહીં થાય તો તેને હોટલિસ્ટમાં મૂકવામાં આવશે. તે પછી, 30 દિવસનો વધારાનો સમય આપવામાં આવશે, પરંતુ તેમાં પણ, જો વાહન નંબર અપડેટ નહીં થાય, તો ફાસ્ટેગને બ્લેકલિસ્ટ કરવામાં આવશે. જોકે, રાહતની વાત એ છે કે ફાસ્ટેગ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓએ 31 ઓક્ટોબર સુધીમાં પાંચ અને ત્રણ વર્ષ જૂના તમામ ફાસ્ટેગની KYC કરવી પડશે.

31મી ઓક્ટોબર સુધીનો સમય

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ જૂનમાં ફાસ્ટેગ સંબંધિત વિગતવાર માર્ગદર્શિકા જારી કરી હતી, જેમાં ફાસ્ટેગ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓની KYC પ્રક્રિયા શરૂ કરવાની તારીખ 1 ઓગસ્ટ નક્કી કરવામાં આવી હતી. હવે કંપનીઓ પાસે તમામ શરતો પૂરી કરવા માટે 1 ઓગસ્ટથી 31 ઓક્ટોબર સુધીનો સમય હશે. નવી શરતો અનુસાર, NPCI દ્વારા નવા ફાસ્ટેગ અને રિ-ફાસ્ટેગ, સિક્યોરિટી ડિપોઝિટ અને ન્યૂનતમ રિચાર્જ જારી કરવા સંબંધિત ફી પણ નક્કી કરવામાં આવી છે.

આ સંબંધમાં ફાસ્ટેગ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓ દ્વારા એક અલગ ગાઈડલાઈન પણ જારી કરવામાં આવી છે. આવી સ્થિતિમાં જે લોકો નવું વાહન ખરીદી રહ્યા છે અથવા જેમનું ફાસ્ટેગ જૂનું છે તેમના માટે મુશ્કેલીઓ વધવાની છે. આ સાથે ફાસ્ટેગનો ઉપયોગ કરનારા લોકોએ પણ સાવધાન રહેવું પડશે કારણ કે 1 ઓગસ્ટથી ફાસ્ટેગ બ્લેકલિસ્ટિંગ સંબંધિત નિયમો પણ પ્રભાવિત થશે. જો કે, તે પહેલા કંપનીઓએ NPCI દ્વારા તેમના માટે નિર્ધારિત તમામ શરતો પૂરી કરવી પડશે.

આ નિયમો 1 ઓગસ્ટથી લાગુ થશે

  • કંપનીઓએ પ્રાથમિકતાના આધારે પાંચ વર્ષ જૂના ફાસ્ટેગને બદલવું પડશે.
  • ત્રણ વર્ષ જૂના ફાસ્ટેગનું કેવાયસી ફરીથી કરવું પડશે
  • વાહનનો રજીસ્ટ્રેશન નંબર, ચેસીસ નંબર ફાસ્ટેગ સાથે લિંક હોવો જોઈએ
  • નવું વાહન ખરીદ્યા બાદ તેનો નંબર 90 દિવસમાં અપડેટ કરવાનો રહેશે.

-ફાસ્ટેગ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓ દ્વારા વાહન ડેટાબેઝની ચકાસણી કરવી જોઈએ.

-કેવાયસી કરતી વખતે, તમારે વાહનના આગળ અને બાજુના સ્પષ્ટ ફોટોગ્રાફ્સ અપલોડ કરવાના રહેશે.

  • ફાસ્ટેગ મોબાઇલ નંબર સાથે લિંક કરવું ફરજિયાત રહેશે
  • કેવાયસી વેરિફિકેશન પ્રક્રિયા માટે એપ, વોટ્સએપ અને પોર્ટલ જેવી સેવાઓ ઉપલબ્ધ કરાવવી પડશે.
  • કંપનીઓએ 31 ઓક્ટોબર 2024 સુધીમાં KYC નિયમો પૂરા કરવા પડશે

ફાસ્ટેગ સર્વિસ પર બેંક આ ફી વસૂલી શકે છે

સ્ટેન્ટમેન્ટ – 25 રૂપિયા પ્રતિ એક

ફાસ્ટેગ બંધ – રૂ. 100

ટેગ મેનેજમેન્ટ – રૂ 25/ક્વાર્ટર

નેગેટિવ બેલેન્સ – રૂ. 25/ક્વાર્ટર

જો ત્રણ મહિના સુધી ફાસ્ટેગ દ્વારા ટ્રાન્ઝેક્શન નહીં થાય તો તેને બંધ કરી દેવામાં આવશે

બીજી તરફ કેટલીક ફાસ્ટેગ કંપનીઓએ એવો નિયમ પણ ઉમેર્યો છે કે ફાસ્ટેગ સક્રિય રહે. આ માટે ત્રણ મહિનાની અંદર ટ્રાન્ઝેક્શન થવું જોઈએ. જો ટ્રાન્ઝેક્શન નહીં થાય તો તે નિષ્ક્રિય થઈ જશે, જેને એક્ટિવેટ કરવા માટે પોર્ટલ પર જવું પડશે. આ નિયમ એવા લોકો માટે મુશ્કેલી ઊભી કરશે જેઓ તેમના વાહનોનો ઉપયોગ મર્યાદિત અંતર માટે કરે છે, જેમાં કોઈ ટોલ કાપવામાં આવતો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *