NavBharat Samay

ગુજરાતમાં ફરી લોકડાઉન થશે ? લોકડાઉન લગાવવા હાઈકોર્ટનો સરકારને નિર્દેશ,

હાલમાં ગુજરાતમાં આંશિક લોકડાઉન થવાના એંધાણ દેખાઈ રહ્યા છે. રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ છે. ગુજરાત હાઇકોર્ટે ગુજરાત સરકારને સ્પષ્ટ કહ્યું છે કે ગુજરાતમાં લોકડાઉન થવું જરૂરી છે. હાઇકોર્ટે ગુજરાતમાં 3-4 દિવસના લોકડાઉનની આવશ્યકતાનું નિરીક્ષણ કર્યું છે. હાઈ કોર્ટે પણ હાલની પરિસ્થિતિમાં કર્ફ્યુની જરૂરિયાતને ધ્યાનમાં લીધી છે.

ગુજરાતમાં કોરોનાનું સ્તર ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ત્યારે અફવાઓ આવી હતી કે ગુજરાતમાં ફરીથી લોકડાઉન આવશે. આ દરમિયાન, ગુજરાત હાઈકોર્ટે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારને કેટલાક નિર્દેશો કાર્ય છે. જે જાહેર કાર્યક્રમોમાં નિયમો કડક બનાવવા અને કોવિડના નિયમોનું સખત રીતે પાલન કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

ત્યારે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ ભાર્ગવ કારિયાની ખંડપીઠે સરકારને કોરોના સંક્રમણને રોકવા માટે નક્કર પગલા ભરવાનો નિર્દેશ કર્યો છે. કોરોના સંક્રમણની સાંકળ તોડવી જરૂરી બની ગઈ છે. હાઇ કોર્ટે સરકારને રાજ્યભરમાં ત્રણથી ચાર દિવસીય કર્ફ્યુ લાદવા અને વીકએન્ડના કર્ફ્યુ પર જરૂરી નિર્ણય લેવા જણાવ્યું છે. હાઇકોર્ટે અવલોકન કર્યું હતું કે લોકડાઉન કરવાની જરૂર છે.

હાઈકોર્ટે કોરોના કેસને ગંભીરતાથી લીધો છે. હાઇકોર્ટે નાઇટ કર્ફ્યુની સમયમર્યાદા વધારવાની પણ વાત કરી છે. ત્યારે રાજકીય મેળાવડા, માસ્ક, ચૂંટણી, જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધો હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. લોકો પણ જાગૃતિ વિના નિરાશાજનક ભટકતા હતા. ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે રાજ્ય સરકારે પણ લોકોને શિસ્ત લાવતા પહેલા પોતાને શિસ્ત રાખવાની જરૂર છે.

રાજકીય મેળાવડા અને જાહેર કાર્યક્રમો પ્રથમ અને સરકાર દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. ભેગા થયેલા નેતાઓ સામે કાર્યવાહી કરો. આ અગાઉ હાઈકોર્ટે રાજકીય સરકારને રાજકીય નેતાઓને નિયંત્રણમાં રાખવા નિર્દેશ આપ્યો હતો. તો જ લોકો શીખશે. ત્યારે આજે ફરી હાઈકોર્ટે આનું અવલોકન કર્યું છે.

Read More

Related posts

Honda City ZX પ્રીમિયમ સેડાન માત્ર 1.3 લાખમાં ઘરે લઇ આવો, કંપની આપશે મનીબેક ગેરંટી

Times Team

રેનોનો ઇલેક્ટ્રિક SUVમાં મોટો ધમાકો,એક ચાર્જમાં 470 કિમી ચાલશે આ કાર,કિંમત માત્ર..

nidhi Patel

વેબસાઇટ્સ કરતા “મોબાઇલ એપ્લિકેશન્સ” કેમ વધુ સારી છે? જાણો 10 કારણો …

Times Team