NavBharat Samay

દેશમાં ફરીથી લાગશે લોકડાઉન ? કેન્દ્ર સરકારે જાહેર કરી નવી ગાઇડલાઇન,જાણો શેમાં મળી છૂટ

દેશ માં કોરોના વાયરસના સંક્રમણ વધ્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રાલયે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. આ ગાઇડલાઇન 1 એપ્રિલથી 30 એપ્રિલ, 2021 સુધી લાગુ રહેશે. ત્યારે ગૃહમંત્રાલયે તેની માર્ગદર્શિકામાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પર પ્રતિબંધ લાદવાની મંજૂરી આપી છે, જો કે આ નિર્ણય સ્થાનિક વહીવટ પર છોડી દેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર, તેના આકારણીના આધારે, કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે જિલ્લા, ઉપ-જિલ્લા અને શહેર, વોર્ડ કક્ષાએ પ્રતિબંધ લાદી શકે છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયની નવી ગાઇડલાઇનમાં રાજ્યોની સીમાને સીલ કરવાનું લાગશે નહીં. અને આ ઉપરાંત, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ટેસ્ટ-ટ્રેક-ટ્રીટમેન્ટ પ્રોટોકોલનું સખત રીતે પાલન કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.ત્યારે કોરોના વાયરસ પરીક્ષણનું પ્રમાણ ઓછું છે,ત્યાં વેગ આપવા માટે કહેવામાં આવ્યું છે. કોરોના વાયરસ રસીકરણ અંગે, ગૃહ મંત્રાલયે તેની માર્ગદર્શિકામાં જણાવ્યું છે કે કોવિડ -19 થી પ્રભાવિત વિસ્તારોમાં રસીકરણની ગતિ ઝડપી થવી જોઈએ.

Read More

Related posts

2000 રૂપિયાની ફાટેલી નોટના બદલામાં બેંક આપે છે આટલા રૂપિયા, જાણો આ નોટ ક્યાં અને કેવી રીતે બદલઈ શકાય

mital Patel

CNG SUV: હ્યુન્ડાઈ મારુતિ અને ટાટા સાથે સ્પર્ધા કરવા માટે હ્યુન્ડાઈ આ SUVને CNGમાં લોન્ચ કરશે

mital Patel

રાજ્યના આ જિલ્લામાં આજે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

nidhi Patel