કોણ છે ચેતન સાકરિયાની ફિયાન્સી?:ક્રિકટરે કહ્યું- અમે પહેલીવાર ગ્રાઉન્ડ પર મળ્યાં અને પછી…

ચેતન સાકરિયાની સગાઈ જેની સાથે થઈ છે એ યુવતી કોણ છે? બન્ને વચ્ચે ક્યારે લવ સ્ટોરી શરૂ થઈ હતી? પહેલીવાર ક્યાં મળ્યા હતા? તેની ફિયાન્સીનું…

ચેતન સાકરિયાની સગાઈ જેની સાથે થઈ છે એ યુવતી કોણ છે? બન્ને વચ્ચે ક્યારે લવ સ્ટોરી શરૂ થઈ હતી? પહેલીવાર ક્યાં મળ્યા હતા? તેની ફિયાન્સીનું ફેમિલી બેકગ્રાઉન્ડ, એજ્યુકેશન અને શોખ સહિતની તમામ બાબતો જાણવા માટે દિવ્ય ભાસ્કરે ચેતન સાકરિયા સાથે વાતચીત કરી હતી.

ગત 5 ડિસેમ્બરના રોજ ચેતન સાકરિયાએ મેઘના જાંબુચા નામની યુવતી સાથે સગાઈ કરી હતી. ત્યાર બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ IPL મિની ઓક્શન પહેલાં ચેતન સાકરિયાને શંકાસ્પદ બોલિંગ એક્શનની યાદીમાં સામેલ કર્યો હતો. જો કે 19 ડિસેમ્બરે દુબઈમાં IPL મિની ઓક્શન યોજાઈ હતી. જેમાં સુપરસ્ટાર શાહરૂખ ખાનની કોલકાતા નાઇટ રાઇડર્સે ચેતન સાકરિયાને 50 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. આમ છેલ્લા 15 દિવસ ચેતન માટે ઘણાં ઉતાર ચડવા ભરેલા રહ્યા છે.

ભારતીય ફાસ્ટ બોલર ચેતન સાકરિયાએ IPL 2024 સીઝન પહેલા સગાઈ કરી લીધી છે. તેણે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેના ચાહકો સાથે આ વિશેના સારા સમાચાર શેર કર્યા. ચેતને ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “સાથે શ્રેષ્ઠ પગલું ભરીને, અમે કાયમ સાથે રહેવાનું નક્કી કર્યું છે.”

ચેતને ભારત તરફથી રમાયેલી એકમાત્ર ODIમાં 2 વિકેટ લીધી હતી. તે સિવાય તે 2 T20માં માત્ર એક જ કેચ લેવામાં સફળ રહ્યો હતો. તેણે સૌરાષ્ટ્ર માટે 28 ફર્સ્ટ ક્લાસ મેચમાં 85 વિકેટ લીધી છે. જ્યારે 23 લિસ્ટ-એ મેચોમાં 37 બેટ્સમેન પેવેલિયન ભેગા થયા છે. તો ટી20 ફોર્મેટમાં 46 મેચમાં તેની 65 વિકેટ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *