લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ક્યારે મતદાન? જાહેરનામું, ફોર્મ ભરવાની વિગતો અને પાછું ખેંચવાની વિગતો… અહીં જાણી લો આખો કાર્યક્રમ

ભારતની સાથે સાથે ગુજરાતમાં લોકસભા ચૂંટણીની તારીખનું એલાન થયું છે. રાજ્યની બધી 26 બેઠકો માટે એક જ તબક્કામાં 7 મેના દિવસે મતદાન યોજાશે. ગુજરાતમાં એક…

ભારતની સાથે સાથે ગુજરાતમાં લોકસભા ચૂંટણીની તારીખનું એલાન થયું છે. રાજ્યની બધી 26 બેઠકો માટે એક જ તબક્કામાં 7 મેના દિવસે મતદાન યોજાશે. ગુજરાતમાં એક જ તબક્કાનું મતદાન ફાળવાયું છે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં એટલે કે 7 મેના દિવસે તમામ 26 બેઠકો પર મતદાન થશે અને 4 જુને રિઝલ્ટ જાહેર થશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે 2024ની લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં થશે અને 4 જુને રિઝલ્ટ જાહેર થશે. પહેલા તબક્કાનું મતદાન 19 એપ્રિલે મતદાન થશે. 85 વર્ષથી ઉપરના મતદાતાઓ માટે ઘરેથી મતદાન કરી શકે તેવી વ્યવસ્થા ઉભી કરાશે.

ગુજરાતની ચૂંટણી તમામ 26 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તારીખ 12 એપ્રિલ આપવામાં આવી છે. તો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 19 એપ્રિલ રાખવામાં આવી છે.
ફોર્મ ચકાસવાની તારીખ 20 એપ્રિલ નક્કી કરાઈ છે. ફોર્મ પરત ખેંચવાની તારીખ 22 એપ્રિલ છે.

પ્રથમ તબક્કો : 19 એપ્રિલ

બીજો તબક્કો : 26 એપ્રિલ

ત્રીજો તબક્કો : 7 મે

ચોથો તબક્કો : 13 મે

પાંચમો તબક્કો : 20 મે

છઠ્ઠો તબક્કો : 25 મે

સાતમો તબક્કો: 1 જૂન

પરિણામો: 4 જૂન

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે અમારી ટીમ ચૂંટણી માટે તૈયાર છે. લોકસભા ચૂંટણી 2024ને લઈને સૂત્ર આપતાં તેમણે કહ્યું કે ચૂંટણીનો તહેવાર એ દેશનું ગૌરવ છે. તેમણે કહ્યું કે ભારતમાં ચૂંટણી એ લોકશાહીનો તહેવાર છે. આ વિશ્વની સૌથી મોટી ચૂંટણી છે. ભારતની ચૂંટણી પર સમગ્ર વિશ્વની નજર છે. અમારું વચન છે કે અમે રાષ્ટ્રીય ચૂંટણી એવી રીતે કરાવીશું કે ભારત વિશ્વ મંચ પર ચમકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *