અંબાણીની પાર્ટીમાં બિલ ગેટ્સ શું પહેરશે, શેરવાની કે ધોતી? અંનત-રાધિકાના પ્રી-વેડિંગની આખી દુનિયામાં ચર્ચા!

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ પાર્ટીમાં હાજરી આપવા બિલ ગેટ્સ ભારતીય આઉટફિટમાં જોવા મળશે. અમેરિકન અબજોપતિ અને માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સે આપેલા ઇન્ટરવ્યુમાં ભારતીય…

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ પાર્ટીમાં હાજરી આપવા બિલ ગેટ્સ ભારતીય આઉટફિટમાં જોવા મળશે. અમેરિકન અબજોપતિ અને માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સે આપેલા ઇન્ટરવ્યુમાં ભારતીય લગ્નો અને પરંપરાગત ભારતીય પોશાક પહેરવેશ વિશે વાત કરી.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમણે ભારતીય લગ્નોનો આનંદ માણ્યો છે, તો બિલ ગેટ્સે કહ્યું, “તમે જાણો છો કે હું ટોચથી શરૂ કરું છું, તેથી તમે એવું કહી શકો. આ પછી બીજા ભારતીય લગ્નમાં જવું મુશ્કેલ બનશે.” હું પરિવારને જાણું છું અને મેં વાસ્તવમાં મારી ટ્રિપ ગોઠવી હતી જેથી હું તેમની પાર્ટીમાં આવી શકું. મેં મારા કપડાં પણ ફીટ કરાવ્યા અને મને ખરેખર મજા આવશે.”

ભારતીય આઉટફિટ વિશે બિલ ગેટ્સે શું કહ્યું?

જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તે ભારતીય પોશાક પહેરશે તો બિલ ગેટ્સે જવાબ આપ્યો કે હા, પહેરીશ… મને નથી લાગતું કે તે વૈકલ્પિક હતું. તો હા, હું કરીશ જ. હું કાર્યક્રમમાં હાજરી આપવા જઈશ. મને લાગે છે કે હું ઘણા કાર્યક્રમોમાં અદ્ભુત ભારતીય પોશાકમાં આવીશ અને મજ્જા કરીશ.

બિલ ગેટ્સ શું પહેરશે?

બિલ ગેટ્સનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયું છે. હવે યુઝર્સ અનુમાન લગાવી રહ્યા છે કે બિલ ગેટ્સ શેરવાની પહેરશે કે ધોતી? તે જ સમયે કેટલાક વપરાશકર્તાઓ ભારતીય સંસ્કૃતિને અપનાવવા બદલ બિલ ગેટ્સનાં વખાણ કરી રહ્યાં છે. જો કે, તે જોવાનું રસપ્રદ રહેશે કે બિલ ગેટ્સ આખરે કેવો ભારતીય પોશાક પસંદ કરે છે અને પાર્ટીમાં તેમની હાજરી બધાનું ધ્યાન આકર્ષિત કરે છે કે નહીં.

માર્ક ઝકરબર્ગે 6.28 લાખવાળું જેકેટ પહેર્યું હતું

અનંત-રાધિકાની પ્રી-વેડિંગ પાર્ટીના પહેલા દિવસે માર્ક ઝકરબર્ગે બ્લેક જેકેટ પહેર્યું હતું, જે તેના લુકને વધુ સુંદર બનાવી રહ્યું હતું. આ જેકેટ ઊનનું બનેલું હતું અને તેમાં સોનેરી રંગનું જુલ્ડ ડ્રેગનફ્લાય એપ્લીક હતું. તેની કિંમત 7,000 યુરો છે, જે ભારતીય ચલણમાં લગભગ 6.28 લાખ રૂપિયાની બરાબર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *