જો તમારી પાસે ચૂંટણી કાર્ડ નથી તો પણ મતદાન કરી શકશો, આ રીતે મળશે મતદાન મથક, જાણો તમારા અધિકારો

હાલમાં જ્યાં જોઈએ ત્યાં લોકસભા ચૂંટણીની જ ચર્ચા ચાલી રહી છે. ત્યારે દરેક લોકો પોતાના મનપસંદ નેતાને જીતાડવા માટે મતદાન કરશે. હવે ધારો કે તમારી…

હાલમાં જ્યાં જોઈએ ત્યાં લોકસભા ચૂંટણીની જ ચર્ચા ચાલી રહી છે. ત્યારે દરેક લોકો પોતાના મનપસંદ નેતાને જીતાડવા માટે મતદાન કરશે. હવે ધારો કે તમારી પાસે ચૂંટણી કાર્ડ નથી અથવા ખોવાઈ ગયું છે તો ચિંતા કરવાની જરૂર નથી. તમે કાર્ડ વગર પણ મતદાન કરી શકશે.

દેશભરમાં લોકસભા ચૂંટણી 2024નું રણશીંગુ ફૂંકાઈ ગયું છે. ચૂંટણી કમિશનરે લોકસભા ચૂંટણી 2024નું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કર્યું છે. દેશભરમાં 543 લોકસભા સીટો પર સાત તબક્કામાં મતદાન થશે. લોકસભા ચૂંટણી 2024નું પરિણામ 4 જૂને આવશે. તમામ નેતાઓ ચૂંટણી જંગમાં ઉતરવા માટે ઉત્સુક છે. મતદારો પણ આ ખાસ દિવસની રાહ જોઈ રહ્યા છે, પરંતુ ઘણા લોકો પાસે ચૂંટણી કાર્ડ નથી અથવા તો ખોવાઈ ગયું છે. તો એ લોકો પણ મતદાન કરી શકશે.

જો કોઈનું નામ મતદાર યાદીમાં નથી, તો પહેલા તપાસ કરો કે તેનું નામ વસ્તીગણતરી યાદી કે આધાર કાર્ડ યાદી જેવી અન્ય કોઈ યાદીમાં તો નથીને. જો તેનું નામ કોઈપણ યાદીમાં જોવા મળે તો તેની મદદથી તે વોટિંગ બૂથ પર પોતાનો મત આપી શકે છે.

ચૂંટણી કાર્ડ ફક્ત આઈડી કાર્ડ તરીકે કામ કરે છે, જે ચૂંટણી પંચની તમામ શરતો પૂરી કર્યા પછી જ જાહેર કરવામાં આવે છે. વોટિંગ બૂથ પર તમારે તમારા બીજા આઈડી કાર્ડની જરૂર પડી શકે છે. આમાં આધાર કાર્ડ, રેશન કાર્ડ, મનરેગા જોબ કાર્ડ, બેંક પાસબુક, વીમા સ્માર્ટ કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાન કાર્ડ, પાસપોર્ટ, પેન્શન દસ્તાવેજ, રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર (NPR) દ્વારા જારી કરાયેલ સ્માર્ટ કાર્ડ, સાંસદ અથવા ધારાસભ્ય દ્વારા જારી કરાયેલ સત્તાવાર કાર્ડનો સમાવેશ થાય છે. તમે આ ID નો ઉપયોગ કરીને પણ મતદાન કરી શકો છો.

વધુ માહિતી માટે તમે ચૂંટણી પંચની વેબસાઇટ https://eci.gov.in/ અથવા મતદાર હેલ્પલાઇન 1950નો સંપર્ક કરી શકો છો. આ સિવાય તમે હેલ્પલાઇન 1950 પર ફોન કરીને પણ મતદાર યાદીમાં તમારું નામ ચકાસી શકો છો.

આ સિવાય તમે ઘરે બેઠા ઓનલાઈન વોટિંગ લિસ્ટમાં તમારું નામ ઉમેરી શકો છો. એટલું જ નહીં, તમે તમારા ફોન દ્વારા નામ ઉમેરી શકો છો, નામ ટ્રાન્સફર કરી શકો છો અને ચૂંટણી કાર્ડમાં પણ ફેરફાર કરી શકો છો. તમારું નામ મતદાર યાદીમાં છે કે નહીં તે પણ તમે ઓનલાઈન જાણી શકો છો.

તમે https://electoralsearchun/ ની મુલાકાત લઈને મતદાન કરવા માટે નોંધાયેલા છો કે નહીં તે તમે ચકાસી શકો છો. જો તમારું નામ યાદીમાં સામેલ છે, તો તમે મત આપવા માટે પાત્ર છો. જો નહીં, તો તમે https://www.nvsp.in/ પર રજીસ્ટ્રેશન કરાવી શકો છો અને પછી મતદાન કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *