NavBharat Samay

ગુજરાતના આ જિલ્લાના ગામમાં 31 માર્ચ સુધી સ્વૈચ્છિક લોકડાઉન,

જામનગર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. તેવામાં જામજોધપુર તાલુકાના મોતી ગોપ ગામે 31 માર્ચ સુધી સ્વૈચ્છિક લોકડાઉન લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે જામનગર જિલ્લામાં ચૂંટણી બાદ કોરોના પોઝિટિવના કેસોની સંખ્યા ધીરે ધીરે વધી રહી છે. ત્યારે જામજોધપુર તાલુકાના મોટા ગોપ ગામમાં કોરોના 11 પોઝિટિવ કેસ નોંધાયા છે. ગ્રામ પંચાયતે આજથી 31 માર્ચ સુધી સ્વૈચ્છિક લોકડાઉન કરવાનો નિર્ણય લીધો છે.

જામનગર જિલ્લાનું મોંતી ગોપ ગ્રામ પંચાયતના સરપંચના નિર્ણય બાદ આજે સવારથી જ મોતી ગોપની બજારો સુમસામ જોવા મળી હતી. ત્યારે ગામની મહિલા સરપંચો દ્વારા 24 માર્ચે એક સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી, તેઓ માને છે કે જો કોરોનાના ફેલાવાને રોકવા માટે લોકો ગામની આસપાસ ફરતા હોય તો કોરોનાના ફેલાવાને રોકવા માટે લોકડાઉન કરવાની જરૂર છે અને વધુને વધુ કોરોના ફેલાય નહિ તે માટે જરૂરી હતું

મળતી માહિતી પ્રમાણે આજે સવારે પ્રથમ દિવસે ગામના લોકોએ પણ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા લીધેલ સ્વૈચ્છિક લોકડાઉનના નિર્ણયને આવકાર્યો હતો અને કોરોનામાં રોગચાળો ન ફેલાય તે માટે લોકડાઉન માટે સહકાર આપ્યો હતો. જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના મોતી ગોપ ગામે આજથી સ્વૈચ્છિક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. એક તરફ, રાજ્ય સરકાર માસ્ક, સામાજિક અંતર સહિતના નિયમોને કડક બનાવી રહી છે અને રાજ્યમાં કોરોના રોગચાળામાં પરિસ્થિતિ વણસી રહી હોવાથી લોકોને સાવધ રહેવાની અપીલ કરવામાં આવી રહી છે.

Read More

Related posts

જાણો મહા શિવરાત્રી કેમ ઉજવવામાં આવે છે? અને શિવલિંગનું રહસ્ય શું છે,

Times Team

આજનું રાશિફળ : આજે માં ખોડલના આશીર્વાદથી આ રાશિના લોકો બની જશે ધનવાન ,ધંધા રોજગારમાં પ્રગતિ થશે

Times Team

શ્રાવણના બીજા સોમવારે ભોલેનાથની પૂજા કરતી વખતે આ મંત્રનો પાઠ કરો, દરેક મનોકામના પૂર્ણ થશે

mital Patel