NavBharat Samay

બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા રાજ્યમાં બે દિવસ સાંબેલાધાર વરસાદની આગાહી

બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા તેમજ અપર એરસાયક્લોની સિસ્ટમ કાર્યરત થતા બનાસકાંઠામાં 9 અને 10 ઓગષ્ટના રોજ હળવાથી ભારે વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જોકે બનાસકાંઠામાં વર્ષ 2017માં ભારે વરસાદને લઈ તબાહી સર્જાઈ હતી. ચાલુ વર્ષે હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ દરમ્યાન ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવતા વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે બનાસકાંઠા ડિઝાસ્ટર વિભાગ દ્વારા ખાસ તકેદારીના પગલા ભરવામાં આવી રહ્યા છે.

તારીખ 9 એટલે આજે અને 10 ઓગષ્ટના બે દિવસ દરમ્યાન બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં હળવાથી ભારે વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેને કારણે જિલ્લાનું ડિઝાસ્ટર તંત્ર એલર્ટ બન્યું છે અને વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 33 જિલ્લાઓનાં 234 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ તાપીના વાલોદમાં 5.48 ઇંચ વરસાદ નોંધાયો છે.

વ્યારામાં 93 અને ડોલવણમાં 95 એમએમ વરસાદ ખાબક્યો છે. બારડોલીમાં 96 એમએમ, માંગરોળમાં 94 એમએમ વરસાદ નોંધાયો છે. અમદાવાદ જિલ્લામાં શનિવારે બપોરથી લઇને રાતના 10 વાગ્યા સુધીમાં દસક્રોઇ તાલુકામાં 46 મિ.મી. વરસાદ પડયો હતો. ધોળકામાં 32 મિ.મી.,બાવળામાં 30 મિ.મી., સાણંદમાં 21 મિ.મી. અને ધંધૂકામાં 34 મિ.મી.જેટલો વરસાદ પડયો હતો. જિલ્લાના તમામ 9 તાલુકાઓમાં વરસાદ થવા પામ્યો હતો. સીટી તાલુકામાં 30 મિ.મી.વરસાદ થયો હતો.આ સાથે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, હજી બે દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Read More

Related posts

આ ત્રણ સરકારી બેંકોએ ગ્રાહકોને આપી મોટી ભેટ , હવે દર મહિને EMI પર થશે બચત

Times Team

છોકરીઓનો આ ભાગ સૌથી પવિત્ર હોય છે, ફક્ત સ્પર્શ કરવાથી બની જશો પુણ્યના ભાગીદાર

nidhi Patel

17 વર્ષની યુવતી લગ્ન કરવાની જીદ પકડતા પરિવાર ભારે મુશ્કેલીમાં મુકાયો

mital Patel