NavBharat Samay

ટીવીનાં ભાઇ બહેનોની જેઓ લોહીથી સગા ભાઇ બહેન નથી પણ તેમનાં વચ્ચે પ્રેમ સગા ભાઇ બહેનથી કમ પણ નથી.

કોમેડી ક્વિન ભારતી સિંહ અને ટીવી શો ‘યે હૈ મોહબ્બતે’નો અલી ગોની ભાઇ બહેનનાં સંબંધ ધરાવે છે. અલી કાશ્મીરનો રહેવાસી છે જ્યારે ભારતી પંજાબની છે પણ તેઓ એકબીજાને લાંબા સમયથી ઓળખે છે ભારતી અલી ઉપરાંત તેનાં 14 કઝિન ભાઇઓને પણ રાખડી બાંધે છે.રક્ષાબંધનનાં અનમોલ તહેવાર પર આપણે વાત કરીએ ટીવીનાં તે ભાઇ બહેનોની જેઓ લોહીથી સગા ભાઇ બહેન નથી પણ તેમનાં વચ્ચે પ્રેમ સગા ભાઇ બહેનથી કમ પણ નથી. ચાલો ત્યારે ટીવીનાં આ ભાઇ બહેનની જોડી પર કરીએ એક નજર

અશનૂર કૌર અને રોહન મેહરાએ સીરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં નક્ષ અને નાયરાનો રોલ અદા કરયો હતો. શો દરમિયાન અશનૂર અને રોહન ભાઇ બહેનનો રોલ અદા કરતાં હતાં અને આ સંબંધ હજુ પણ કાયમ છે. તેઓ રિઅલ લાઇફમાં પણ ભાઇ બહેનની જેમ એકબીજાનું ધ્યાન રાખે છે અને દર વર્ષે રક્ષાબંધનનો તહેવાર ઉજવે છે.

રશ્મિ દેસાઇ અને મૃણાલ જૈન ‘ઉતરણ’ સિરિયલનાં સેટ પર મળ્યા હતાં. વર્ષ 2012માં મૃણાલ આ સીરિયલનો ભાગ હતો ત્યારે તેમનાં વચ્ચે સારુ એવું બોન્ડિંગ હતું. ગત આઠ વર્ષથી રશ્મિ મૃણાલને રાખડી બાંધે છે.કપિલ શર્મા- ગુંજન વાલિયા વચ્ચે પણ ભાઇ બહેનનો સંબંધ છે. ઘણાં ઓછા લોકો જાણે છે કે, કપિલ શર્મા અને એક્ટર વિકાસ માનકટલાની પત્ની ગુંજન વાલિયા રાખડી ભાઇ બહેન છે. ગુંજન દર વર્ષે કપિલને રાખડી બાંધે છે. ગુંજન પણ પંજાબનાં ફગવાડાની રહેવાસી છે અને તેનાં અને કપિલ વચ્ચે સ્પેશલ બોન્ડિંગ છે.

Read More

Related posts

ભાગ્ય બદલાશે, પૈસાનો વરસાદ થશે, આ રાશિના જીવનમાં શુભ મહાયોગ બની રહ્યો,જાણો તમારું રાશિફળ

nidhi Patel

ખેડૂતો માટે ચેતવણી રૂપ કિસ્સો,રાજકોટમાં 18 વર્ષની યુવતીની ચૂંદડી મશીનમાં ફસાતાં જી-વ ગયો

Times Team

કેમ ભગવાન હનુમાન સંકટમોચન તરીકે ઓળખાય છે

Times Team