ખેડૂતો માટે ત્રણ દિવસ ખુબ જ ભારે ? સૌરાષ્ટ્રના આ 3-3 જિલ્લામાં મેઘો બોલાવશે ભુક્કા

રાજ્યમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દ્વારકા, જામનગર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ…

રાજ્યમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દ્વારકા, જામનગર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત મોરબી અને કચ્છમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મહિસાગર, દાહોદ, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

અંબાલાલ પટેલે પણ વરસાદ બાદ ઠંડીની આગાહી કરી છે. 3 થી 6 માર્ચ દરમિયાન ઠંડીનો રાઉન્ડ રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં રાત્રિ દરમિયાન ઠંડીની અસર વધુ રહેશે અને લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચે જવાની શક્યતા છે. મધ્ય ગુજરાતમાં પણ ઠંડીનું જોર રહેશે. 3 થી 6 માર્ચ દરમિયાન ઠંડીનો ચમકારો રહેશે. અને શિવરાત્રી સુધી ઠંડા પવનો ફૂંકાશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તરના પહાડી વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે. ગુજરાતમાં પણ ભારે પવન ફૂંકાશે. અમદાવાદ, ગાંધીનગર પવનની ગતિ વધુ રહેશે, કેટલાક ભાગોમાં તોફાની પવન ફૂંકાશે.

ખેડૂતોને દુષ્કાળથી કેવી રીતે બચાવી શકાય તે અંગે પણ એલર્ટ આપવામાં આવે છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વાદળછાયા વાતાવરણને કારણે પાક પર અસર થવાની ભીતિ છે. જેથી જીરૂનો પાક લેતા ખેડૂતોને પાક પર વિપરીત અસર થવાની ભીતિ છે. દિવાળી પછી કેટલીક જગ્યાએ માવઠા ચાર વખત આવ્યા છે. જો વધુ એક હિમ પડે તો પાકને નુકસાન થઈ શકે છે. હાલમાં અનુભવાઈ રહેલા ભેજને કારણે પાક જોખમમાં આવી શકે છે. ઉનાળુ વાવેતર સમયે જ કમોસમી વરસાદ જીવલેણ બની શકે છે.

ક્યાં વરસાદની આગાહી છે?

ફોરકાસ્ટર અંબાલાલ પટેલની તોફાની આગાહી આવી છે. હવામાનશાસ્ત્રીએ ગુજરાતમાં વાવાઝોડું, ચક્રવાત, દરિયાકાંઠાના પવનો, કમોસમી વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં 1 માર્ચે વરસાદ પડશે.ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, દાહોદ, મહિસાગર, પાટણમાં વરસાદની આગાહી છે. તેમજ સૌરાષ્ટ્રના કચ્છ, દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથમાં હળવા વરસાદની આગાહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *