NavBharat Samay

દેશમાં એક મહિના માટે લોકડાઉન લગાવ્યું તો આવી શકે છે આવા પરિણામ

યુ.એસ.ની એક કંપની બોફા સિક્યોરિટીઝે ચેતવણી આપી હતી કે જો ભારતમાં એક મહિનાનું દેશવ્યાપી લોકડાઉન લાગુ કરવામાં આવે તો કુલ સ્થાનિક ઉત્પાદ એટલે કે જીડીપીમાં 2 ટકાનો ઘટાડો થઈ શકે છે.ત્યારે બ્રોકરેજ કંપનીએ આશા વ્યક્ત કરી છે કે કોવિડ રોગચાળાના સંક્રમણને રોકવા માટે સ્થાનિક સ્તરે ‘લોકડાઉન’ લાદવામાં આવશે. બોફા સિક્યોરિટીઝના વિશ્લેષકોએ તેમના અહેવાલમાં જણાવ્યું છે કે એક મહિના પહેલા કોવિડના 35,000 કેસ હતા, જે હવે સાત ગણા વધીને 2.61 લાખથી વધુ થઈ ગયા છે. આ પુન પ્રાપ્તિ માટે જોખમ છે જે ફક્ત પ્રારંભિક તબક્કો હતું.

રિપોર્ટ પ્રમાણે તે જોવાનું રહ્યું કે કોવિડ -19 ની બીજી લહેર લોકડાઉન વિના રાષ્ટ્રીય સ્તરે સમાપ્ત થશે કે નહીં. રાષ્ટ્રીય સ્તરે, જો એક મહિના માટે પણ લોકડાઉન લાદવામાં આવે તો જીડીપી 1 થી 2 ટકાનું નુકશાન થઇ શકે છે.

નાણા પ્રધાન નિર્મલા સીતારામને પણ કોરોના વાયરસની બીજી લહેરથી દેશના અર્થતંત્રને નુકસાન ન થાય તે માટે ઉદ્યોગપતિઓ પાસેથી સૂચનો માંગ્યા હતા. ભારત સરકાર વિવિધ સ્તરે કોવિડને રોકવા પ્રયાસ કરી રહી છે. જીવન અને આજીવિકા બચાવવા રાજ્ય સરકારો સાથે મળીને કામ કરી રહ્યા છીએ .

Read More

Related posts

આ કુંવારી છોકરી પોતાનું દૂધ પિવાડવા માટે બેતાબ છે ! જાણો કેમ આવું કરી રહી છે

nidhi Patel

CNG, પેટ્રોલ અને ડીઝલને છોડો હવે આવ્યું ગયું હાઇડ્રોજન ઇંધણ,, જાણો કેટલું સસ્તુ છે

Times Team

આ ત્રણ રાશિઓ પર વરસશે માતા લક્ષ્મીની કૃપા, રવિ પુષ્ય યોગ તમને ધનવાન બનાવશે.

arti Patel