NavBharat Samay

આ વખતે ઈતિહાસની સૌથી મોટી બોગસ ચૂંટણી યોજાશે, ટ્રમ્પ

ડોનાલ્ડ ટ્રમ્પે 2020ની ચૂંટણી ટાળવાનું સૂચન કર્યું છે. તેમણે કહ્યું કે આ ચૂંટણીમાં મેલ ઇન સિસ્ટમથી મતદાન થવાનું છે. આ ચૂંટણી અમેરિકાના ઇતિહાસની સૌથી બોગસ અને ખોટી ચૂંટણી સાબિત થશે. તે અમેરિકા માટે ખૂબ શરમજનક બાબત બની જશે. રાષ્ટ્રપતિ ચૂંટણીના 96 દિવસ પહેલા ટ્રમ્પે આ વાત કહી છે.ટ્રમ્પે મેલ-ઇન બેલેટ્સનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ડેમેક્રેટસ 2020ની ચૂંટણીમાં દગાબાજી કરવા માગે છે. 22 જૂને તેમણે એક ટ્વિટ કર્યું હતું. તેમાં કહ્યું હતું કે બીજા દેશોમાંથી લાખો લોકો મેલ-ઇન બેલેટ મોકલી દેશે. તેમણે કહ્યું હતું કે ડેમોક્રેટ્સ મહામારીની આડમાં લાખો ફેક મેલ આ બેલેટમાં મોકલીને ચૂંટણીમાં દગાબાજી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ અમે તે થવા નહીં દઇએ.

અમેરિકાના બધારણની જોગવાઇ પ્રમાણે રાષ્ટ્રપતિ ચૂંટણીની તારીખ બદલવાનો અધિકાર રાષ્ટ્રપતિ પાસે નથી. તેના માટે ટ્રમ્પને સંસદના બન્ને સદન હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ અને સીનેટમાંથી બિલ પસાર કરાવવું પડશે. સીનેટમાં ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીની બહુમતિ છે પરંતુ નિચલા સદનમાં ડેમોક્રેટિક પાર્ટી પાસે બહુમતિ છે. જોકે બન્ને સદનમાં બિલ પાસ થઇ જાય તો પણ ટ્રમ્પ લાંબા સમય સુધી ચૂંટણી ટાળી નહીં શકે. અમેરિકાના બંધારણના 20માં સુધારા પ્રમાણે 20 જાન્યુઆરી સુધી કોઇ પણ ભોગે ચૂંટણી કરાવવી જ પડશે.

Read More

Related posts

LIVE : પ્રણવ મુખર્જીની અંતિમ વિદાય, પાર્થિવદેહને લોધી સ્મશાન ઘાટ લાવવામાં આવ્યા

Times Team

જો તમે ઘર છોડીને ફરવા જઈ રહ્યા છો, તો લગાવો આ છોટુ ચાર્જર કેમેરો, તમે દુનિયાના કોઈપણ ખૂણેથી લાઈવ ફૂટેજ જોઈ શકશો.

mital Patel

સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં આગામી 24 કલાકમાં વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી

mital Patel