NavBharat Samay

1 માર્ચથી આ મહત્વપૂર્ણ નિયમો બદલાશે, જાણીલો નહિ તો આવતી કાલથી પૈસાની લેણદેણ કરી શકશો નહીં.

1 માર્ચ, 2021થી બેંક અને પૈસાથી ઘણા બધા ફેરફારો થવાના છે, ત્યારે આ ફેરફારો વિશે જાણવું જ જોઇએ. એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતથી લઈને બેંકના આઈએફએસસી કોડમાં ઘણા ફેરફારો જોવા મળશે, ત્યારે જેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે. તો જાણી લો કેટલાક મહત્વના ફેરફારો વિશે…

બેંક ઓફ બરોડા અને વિજયા બેંક અને દેના બેંકના મર્જર પછી, બંને બેંકના આઈએફએસસી કોડ 1 માર્ચ 2021 થી બદલાઈ જશે ત્યારે તમે જૂના આઈએફએસસી કોડથી વ્યવહાર કરી શકશો નહીં. અને બેંક ઓફ બરોડાએ એમ પણ જણાવ્યું છે કે ગ્રાહકો 31 માર્ચ 2021 સુધીમાં નવા એમઆઇસીઆર કોડ સાથે ચેક બુક મેળવી શકે છે.1 એપ્રિલ 2019 થી વિજયા બેંક અને દેના બેંકનું બેંક ઓફ બરોડા સાથે મર્જર થઈ ગયું હતું.ત્યારબાદ દેના બેંક અને વિજયા બેંકના ગ્રાહકો બેંક ઓફ બરોડાના ગ્રાહક બન્યા.

ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થશે, જો સરકારની ઓઇલ કંપનીઓ મહિનાની પ્રથમ તારીખે ગેસ સિલિન્ડરના ભાવની સમીક્ષા કરતી હોય છે તો 1 માર્ચે ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થઈ શકે છે. ત્યારે કંપનીઓએ ફેબ્રુઆરી મહિનામાં સિલિન્ડરના ભાવમાં ત્રણ ગણો વધારો કર્યો છે.

ભારતીય રેલ્વેએ જાહેરાત કરી છે કે તે 1 માર્ચથી હોળી પહેલા અનેક ટ્રેનોનું સંચાલન શરૂ કરશે. ત્યારે ઉત્તર પ્રદેશ અને બિહારના મુસાફરોને આ વિશેષ ટ્રેનો દોડાવવામાં મહત્તમ રાહત મળશે. ત્યાર આ સિવાય, વેસ્ટર્ન રેલ્વેએ 11 જોડી એટલે કે 22 નવી સ્પેશિયલ ટ્રેન વિવિધ ટ્રેક પર દોડાવવાનો નિર્ણય કર્યો છે. આ ટ્રેનો દિલ્હી, મધ્યપ્રદેશ, મુંબઇ સહિતના અનેક રૂટ વચ્ચે દોડશે.

Read More

Related posts

આજે આ રાશિના લોકોને મળશે ખૂબ જ સારા સમાચાર, કુળદેવીની કૃપાથી નોકરીમાં પ્રગતિની શક્યતાઓ

mital Patel

કરૂણ ઘટના! ‘મારે હવે જીવવું નથી, દેવાંગ પાસે જવું છે, દીકરાના વિરહમાં પિતાએ જિંદગી ટૂંકાવી

Times Team

લદાખમાં ડેમચોક નજીકથી ચીની સૈનિકો અટકાયત, અનેક દસ્તાવેજો બહાર આવ્યા

Times Team