NavBharat Samay

આ છે ભારતના ટોચના 5 શ્રીમંત ભિખારી , જેમની પાસે ફ્લેટ અને કેશની સાથે છે કરોડોની સંપત્તિ

દુનિયાના દરેક લોકો પરિવાર સાથે પોતાનું ગુજરાન ચલાવવા માટે નોકરી કે બીજું કોઈ કામ વ્યવસાય કરે છે.ત્યારે કોઈ વ્યક્તિ કેટલી કમાણી કરે છે તે તેની લાઇફસ્ટાઇલ થી જાણી શકાય છે,પણ એક વર્ગ એવો પણ છે કે જેની જીવનશૈલીનો તમે ભાગ્યે જ તેમની આવકનો અંદાજ લગાવી શકો અને ભિખારીઓ આ વર્ગમાં આવે છે. કેટલાક ભિખારીઓ પણ છે જેની અવાક સાંભળી તમને હેરાન રહી જાસો શક્ય છે કે તેમની આવક તમારા કરતા પણ વધારે હોય. તો આવા ભારતના પાંચ ધનિક ભિક્ષુકો વિશે અમે બતાવવા જય રહ્યા છીએ , જેમની પાસે ફક્ત મકાન જ નથી, પરંતુ તેની પાસે બેંક બેલેન્સ પણ છે. પરંતુ આ હોવા છતાં તેઓ શેરીઓમાં ભીખ માંગતા જોવા મળે છે.

એક ન્યુઝ પેપરમાં પ્રકાશિત થયેલ અહેવાલ પ્રમાણે પાંચ ધનિક ભિક્ષુકોની યાદીમાં પહેલું નામ ભરત જૈનનું છે, જે મુંબઈના પરેલ વિસ્તારમાં ભિક્ષાવૃત્તિ કરે છે. અને તેઓના મુંબઈમાં બે ફ્લેટ છે, જેની કુલ અંદાજિત કિંમત 140 લાખ રૂપિયા છે. મતલબ કે 1 કરોડ 40 લાખની સંપત્તિ અહીંથી જ આવી છે. રિપોર્ટ પ્રમાણે ભરત જૈન ભીખ માંગીને દર મહિને લગભગ 75,000 રૂપિયા કમાય છે.

શ્રીમંત ભિખારીની યાદીમાં મુંબઇમાં રહેતી ગીતા ત્રીજા સ્થાને આવે છે. રિપોર્ટ પ્રમાણે તે મુંબઇના ચર્ની રોડ પાસે ભીખ માંગી રહી છે અને એવું પણ કહેવામાં આવે છે કે તેણે ભીખ માંગીને એકત્ર કરેલા પૈસામાંથી ફ્લેટ ખરીધો છે. દરરોજ ભીખ માંગીને ગીતા આશરે 1500 રૂપિયા કમાય છે. અને આ પ્રમાણે તેમની માસિક આવક 45 હજાર રૂપિયા થઈ જાય છે.

આ ભિક્ષુકોની યાદીમાં કોલકાતાની લક્ષ્મી બીજા સ્થાને આવે છે. ત્યારે પ્રકાશિત અહેવાલ પ્રમાણે લક્ષ્મી જ્યારે 16 વર્ષની હતી ત્યારે તે કોલકાતામાં ભીખ માંગવાનું શરૂ કર્યું હતું. 1964 થી, તેણે ભીખ માંગીને લાખોની સંપત્તિ ભેગી કરી છે. આજના સમયમાં લક્ષ્મી રોજ 1 હજાર રૂપિયા ભીખ માંગીને કમાય છે.

ચંદ્ર આઝાદનું નામ ચોથા નંબર પર આવે છે. ત્યારે ચંદ્ર આઝાદનું 2019 માં રેલ્વે અકસ્માત દરમિયાન મોત થયું હતું, ત્યારબાદ પોલીસ તપાસમાં તેની સંપત્તિનો ખુલાસો થયો હતો. આમાં તેના બેંક ખાતામાં રોકડની માહિતી રૂ .8.50 લાખ તેમજ રૂ. 1.5 લાખ હતી.

ત્યારે પાંચમા નંબરે બિહારની રાજધાની પટનાના પ્લેટફોર્મ પર ભીખ માંગનારા પપ્પુ પણ સમૃદ્ધ ભિખારીની યાદીમાં આવે છે. ના તે અકસ્માતમાં પપ્પુનો પગ ગયો હતો, ત્યારબાદ તેણે રેલ્વે સ્ટેશનો પર ભીખ માંગવાનું શરૂ કર્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પપ્પુની સંપત્તિ લગભગ 1.25 કરોડ છે.

Read More

Related posts

આજે આ ત્રણ રાશિઓ પર રહેશે ભગવાન ભોલેનાથની કૃપા, જાણો આજનું રાશિફળ

Times Team

રાજકોટનું સૌથી મોટું કોવિડ સ્મશાન શરૂ ,એકસાથે 15 કોવિડ મૃતકોના અંતિમસંસ્કાર કરી શકાય તે માટે 15 ચિતા મૂકાઈ

arti Patel

વડોદરામાં વિદ્યાર્થિનીનો અનોખો સેવા યજ્ઞ ,ફૂટપાથ-રસ્તા પર આયુર્વેદિક પોટલીનું વિતરણ કરે છે

mital Patel