NavBharat Samay

સુરતના આ 13 વર્ષના ટેણીયાઓએ એવું સોફ્ટવેર બનાવ્યું કે, વિદેશી વૈજ્ઞાનિકો મદદ માંગી રહ્યા છે

ટેક્નિકલ યુગમાં વિદ્યાર્થીઓ હવે જુદા જુદા વિષયો પર સંશોધન કરી રહ્યા છે, આધુનિક ટેક્નિકલ યુગમાં ઉત્સુકતા વધી રહી છે અને તેમની દુનિયા અને અવકાશ વિશે કંઈક નવું જાણવા માટે સંશોધન કરતા રહે છે ત્યારે સુરતના બે વિદ્યાર્થીઓએ કોરોનલ માસ ઇજેક્શન રિસર્ચ કર્યું હતું.ત્યારે ધ્વનીત દેસાઈ અને તનય મન્દના એ સૂર્યમંડળમાંથી આવતા કણો છે જે પૃથ્વીને નુકસાન પહોંચાડે છે.ત્યારે તેને અટકાવવા સંશોધનનાં પરિણામે એક સોફ્ટવેર વિકસિત કર્યું. તે બંને ધોરણ -8 ના વિદ્યાર્થીઓ છે.અને તેમના સંશોધનથી પ્રભાવિત ન્યૂ યોર્ક, કેનેડા અને સિંગાપોરમાં વૌજ્ઞાનિકો સંગઠનો દ્વારા તેમના દેશમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.

આ સંશોધનનું પરિણામ આર્ટીફિશ્યલ ઈન્ટેલિજન્સ સોફ્ટવેર વિકસિત કર્યું હતું. ત્યારે ધ્વનિત દેસાઈ અને તનય માંડના દ્વારા તૈયાર કરાયેલ આ સોફ્ટવેરમાં ડેટા દાખલ કરીને અનુમાન કરીને કણો સૂર્યમાંથી ક્યારે બહાર આવશે, અને તે ક્યારે પૃથ્વી સાથે ટકરાશે. તેમજ આ ડેટા સૂર્યના વાતાવરણને સમજવાની અમારી ક્ષમતામાં વધારો કરે છે. જે આપણા સેટેલાઇટને બચાવવામાં મદદ કરી શકે છે.

બંને વિદ્યાર્થીઓ ત્રણેય દેશોમાં જશે અને તેમના સંશોધન પેપર રજૂ કરશે. કેટલાક કણો સૂર્યના ક્ષેત્રમાંથી બહાર આવે છે અને 3000 હજાર કિ.મી. પ્રતિ સેકંડ અથવા વધુની ઝડપે પૃથ્વી સાથે ટકરાતા હોય છે.ત્યારે આ પૃથ્વીની આજુબાજુના સ્તરોને મોટું નુકસાન પહોંચાડી શકે છે. કોરોનલ માસ ઇજેક્શન થાય ત્યારે લાખો કિલોગ્રામ કણો પ્રકાશિત થાય છે. તે જગ્યામાં તરતા ઉપગ્રહોને પણ નુકસાન પહોંચાડે છે. યુએસ સ્પેસ એજન્સી નાસાના ઉપગ્રહ હંમેશાં સૂર્ય પર નજર રાખે છે. તેથી આ નુકસાનને રોકવા માટે બંને વિદ્યાર્થીઓએ નાસા રજિસ્ટ્રીમાંથી ડેટા લીધો અને 10 વર્ષ ડેટા વિશ્લેષણ કર્યું.

Read More

Related posts

ભારતના આ રાજ્યમાં છોકરીઓ સૌથી વધુ કો-ન્ડોમ ખરીદે છે! જાણો કેમ

mital Patel

મિથુન, કર્ક અને સિંહ રાશિના લોકોને મળશે ધન, જાણો શું કહે છે આજે તમારી રાશિ

mital Patel

એકવાર ટાંકી ફૂલ કરાવો અને આખો મહિનો ચલાવો, આ મોટરસાઇકલ જબરદસ્ત માઇલેજ આપે છે

nidhi Patel