NavBharat Samay

શાહીન’ વાવાજોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, ભારે પવન સાથે ત્રાટકશે

આગામી 24 કલાકમાં ગુજરાત પર શાહીન વાવાઝોડાની અસર દેખાશે, જે ગુલાબ વાવાઝોડાની જ પોસ્ટ ઈફેક્ટ હોવાનું હવામાન વિભાગનું કહેવુ છે.આજે 6 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને 20 જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કર્યું છે. ત્યારે રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. સાથે અમદાવાદમાં આજે સવારથી પવન ફૂંકાઈ રહ્યો છે. ત્યારે જિલ્લા વહીવટીતંત્રને સ્ટેન્ડ બાય રાખવા આદેશ આપવામાં આવ્યા છે. વાવાઝોડું ‘ગુલાબ ‘ બે દિવસ પહેલા ઓડિશાના દરિયાકાંઠે અથડાયા બાદ નબળું પડ્યું હતું

હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમાએ જણાવ્યું હતું કે ઓડિશા અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકેલા “ગુલાબ” વાવાઝોડાની ઉત્તર-અસર અરબી સમુદ્રમાં વધુ એક વાવાઝોડું “શાહીન” સર્જી રહી છે. ત્યારે અરબી સમુદ્રમાં શાહીન નામનું વાવાઝોડું વધી રહ્યું છે. ત્યારે આ ચક્રવાત બને તો શાહીન નામ જ રહેશે. જો તે ચક્રવાત બને તો પણ ગુજરાત માટે કોઈ મોટું સંકટ નથી. કાલે દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન ફૂંકાશે,

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. ત્યારે વાવાઝોડાને કારણે અરબી સમુદ્રમાં જોરદાર પવન ફૂંકાવાની શક્યતા છે. માછીમારોને ત્રણ દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

અરબી સમુદ્રમાં વાવાઝોડું હાલમાં ઠંડા ડિપ્રેશનમાં છે, જે 6 કલાકમાં વેલમાર્ક લો પ્રેશર બની જશે. શાહીનની અસરને કારણે સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમણે વધુમાં કહ્યું કે આગામી 24 કલાકમાં ગુજરાતમાં સામાન્યથી ભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.

Read More

Related posts

છોકરીઓના અન્ડરવેર ને જોઈને જાણો તેનો મૂડ અને સ્વભાવ

nidhi Patel

ભાજપ વિધાયકની ગાડીમાંથી મળ્યું EVM,ચૂંટણી પંચે જણાવી ઘટના પાછળની સચ્ચાઈ

mital Patel

દમદાર માઇલેજ આપતી મારુતિ Alto 1.4 લાખ રૂપિયામાં ઘરે લઇ આવો,આ કંપની આપી રહી છે ઓફર

mital Patel