ગુજરાતમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે રહેશે! આજથી 4 દિવસ ધબધબાટી બોલાવશે મેઘરાજા

MitalPatel
2 Min Read

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 3-4 દિવસ સુધી દેશના ઉત્તર-પૂર્વ અને ઉત્તર-પશ્ચિમ ભાગોમાં વરસાદ થવાની સંભાવના છે. ત્યારે ગુજરાતમાં ફરી ભારે વરસાદ વ્યક્ત કરવામાં આવી છે. ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, પંજાબ, દિલ્હી, જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડમાં આ સમયગાળા દરમિયાન ભારે વરસાદ થવાની સંભાવના છે.

ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. અને કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. આ સાથે હવામાન વિભાગે 23મી જુલાઈથી 27મી જુલાઈ દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે.આ વર્ષે જુલાઈમાં મેઘરાજાએ દક્ષિણ ગુજરાત અને કચ્છમાં પૂરની સ્થિતિ સર્જી છે અને સિઝનનો 50 ટકાથી વધુ વરસાદ પડી ચૂક્યો છે. પરંતુ હવે વરસાદના બીજા રાઉન્ડમાં મેઘરાજા ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને ધમરોળશે.

દરિયામાં ચોમાસાની સિસ્ટમ સક્રિય થતાં ફરીથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલું જ નહીં, હવામાન વિભાગે શનિવાર અને રવિવારે ભારે વરસાદની સંભાવનાને પગલે ઉત્તર ગુજરાતમાં કચ્છમાં ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કર્યું છે. આજે એટલે કે (23 જુલાઈ 2022) રાજ્યના કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. જેમાં હવામાન વિભાગે વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી જાહેર કરી છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી.

Read More

Share This Article

विज्ञापन

રાશિફળ

મેષ

વૃષભ

મિથુન

કર્ક

સિંહ

કન્યા

કુંભ

મીન

તુલા

વૃશ્ચિક

ધન

મકર

Weather
10°C
London
overcast clouds
12° _ 9°
91%
6 km/h