NavBharat Samay

શ્રેય હોસ્પિટલ સામે FIR દાખલ,હોસ્પિ.નું ફાયર NOC પણ નહોતું,આખરે હોસ્પિટલ સીલ કરાઈ

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં સર્જાયેલી ભીષણ આગની ઘટના મુદ્દે હવે રાજનીતિ શરૂ થઇ છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ સરકાર સામે નિશાન સાધ્યું. અમિત ચાવડાએ ટ્વીટ કરી જણાવ્યું કે હોસ્પિટલમાં લાગેલી આગમાં 8 લોકોના મોતના સમાચાર બેહદ દુઃખદ છે. આ ઘટનામાં ઇજાગ્રસ્ત દર્દીઓની તાત્કાલિક સારવાર કરવામાં આવે.

આ આગમાં કોરોનાના દર્દી એવા 5 પુરુષ અને 3 મહિલા સહિત 8 દર્દીના મોત થયા છે. જ્યારે અન્ય 41 જેટલા દર્દીઓને SVP હોસ્પિટલમાં ખસેડાયા છે. એવું પણ મનાય છે કે, આ આગ શોર્ટસર્કિટને કારણે લાગી હતી. જોકે ફાયર વિભાગ આ અંગે તપાસ કરી રહ્યું છે. હાલમાં હોસ્પિટલની બહાર પરિવારજનો અને પોલીસ વચ્ચે ઘર્ષણનો માહોલ સર્જાયો છે. જ્યારે સંપૂર્ણ હોસ્પિટલને ખાલી કરી સીલ મારી દેવાયું છે. આ હોસ્પિટલને ફાયરનું એનઓસી મળ્યું હતું કે કેમ તે પણ તપાસનો વિષય છે. આરોગ્ય સચિવ જયંતિ રવિ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતી. તેઓએ જણાવ્યું હતું કે, સમગ્ર ઘટનાની તટસ્થ તપાસ કરવામાં આવશે અને આ દુર્ઘટના પાછળ કોની બેદરકારી છે તેની પણ તપાસ થશે.

Read More

Related posts

લોકડાઉનને લઈને ગુજરાત સરકારને હાઈકોર્ટે આપ્યો કડક આદેશ

mital Patel

ભારતીય નોંટ પર કેટલી ભાષાઓ લખાયેલી છે, શું તમે જાણો છો, જાણો આજે

nidhi Patel

આ રત્ન પ્રેમ, લગ્ન અને કરિયરમાં આપે છે સફળતા, આ રીતે પહેરો જોઈએ

mital Patel