NavBharat Samay

દુનિયાનું સૌથી મોંઘુ પાણી પીવે છે અહીંના લોકો , જાણો ક્યાં આવ્યું છે

દુનિયાનું સૌથી મોંઘુ પાણી નોર્વેની રાજધાની ઓસ્લોમાં મળે છે. તાજેતરના એક સર્વેમાં સામે આવ્યું છે કે ઓસ્લોમાં એક બોટલ પાણીની કિંમત અન્ય શહેરો કરતા ઘણી વધારે છે. ત્યારે બ્લૂમબર્ગના એક અહેવાલ પ્રમાણે સર્ચ એન્જિન હોલીડુ દ્વારા 120 શહેરોમાં કરાયેલા સર્વે કરાયો હતો સર્વે પ્રમાણે ઓસ્લોમાં પાણીની બોટલની કિંમત બાકીના શહેરો કરતા ત્રણ ગણી વધારે છે. તે પછી તેલ અવીવ, ન્યુ યોર્ક, સ્ટોકહોમ અને હેલસિંકી છે.

ગુરુવારે હોલીડુ દ્વારા જારી કરાયેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે 500 મિલી પાણીની બોટલ ખરીદવાની વાત આવે છે ત્યારે સૌથી વધુ કિંમત ઓસ્લોમાં ચુકવવામાં આવે છે. કંપનીના વોટર પ્રાઈસ ઈન્ડેક્સ બોલાટમાં નળના પાણી અને પાણીના ભાવની તુલના 30 યુએસ અને વિશ્વના 120 શહેરોમાં થાય છે.ત્યારે આ શહેરોને પ્રવાસન સ્થળ તરીકેની તેમની લોકપ્રિયતાના આધારે સર્વેમાં શામેલ કરવામાં આવ્યા હતા.

નળના પાણીની બાબતમાં લોસ એન્જલસ, ફોનિક્સ, સાન ફ્રાન્સિસ્કો અને સાન ડિએગો એ ઓસ્લો પછીના વિશ્વના સૌથી મોંઘા 20 શહેરોમાં શામેલ છે.ત્યારે રિપોર્ટ પ્રમાણે ઓસ્લોમાં નળનું પાણી મોજણીમાં સમાવિષ્ટ અન્ય દેશોની સરખામણીએ 212% મોંઘું છે અને બાટલીમાં ભરાયેલા પાણીના દર પણ 195% વધારે છે.

Read More

Related posts

ચમત્કાર મંદિર જ્યાં મહિલાઓએ ફ્લોર પર સૂવાથી ગર્ભવતી થઇ જાય છે,જાણો ક્યાં આવેલું છે મંદિર?

Times Team

ખેતીમાં અજમાવશો આ ઉપાય તો જમીનનો નાનો ટુકડો પણ તમને ધનવાન બનાવશે, એકસાથે અનેક પાક ઉગશે

mital Patel

ક્યાં ગયા નેતાઓ ? જરાક બહારતો આવો:ગુજરાતની જનતા કોરોનાના કહેરમાં પીસાઈ રહી છે અને….

Times Team