NavBharat Samay

રાજ્યમાં ચાલુ માસના બધા તહેવારો પર પ્રતિબંધ, ટુંક સમયમાં સરકાર જાહેરનામુ બહાર પાડશે

કોરોના સંક્રમણના વ્યાપને અટકાવવા માટે રાજ્યમાં ગણેશ મહોત્સવ સહિત ઓગસ્ટ માસમાં આવતા હિન્દુ અને મુસ્લિમોના તમામ તહેવારોની ઉજવણી ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમ આજે વડોદરાના નજીક કંડારી ખાતે 71માં વન મહોત્સવ કાર્યક્રમમાં આવેલા રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. આ અંગે ટૂંક સમયમાં રાજ્ય સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવશે તેમ વધુમાં ઉમેર્યું હતું.

કોરોના સંક્રમણનો વ્યાપ અટકાવવા માટે તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ મુકાયો

રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણના વ્યાપને અટકાવવા માટે એક માત્ર માર્ગ સોશ્યલ ડિસ્ટન્સિંગ છે. સમગ્ર ગુજરાતના ગણેશ મંડળો, પદયાત્રા મંડળો, મુસ્લિમ સંગઠનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં આગામી દિવસોમાં આવી રહેલા ગણેશોત્સવ, તાજીયા સહિત ઓગસ્ટ માસના તમામ નાના-મોટા તહેવારો ઉજવવામાં ન આવે તેવી સરકારને રજૂઆતો કરવામાં આવી હતી. આ સાથે રાજ્ય સરકારને પણ લાગ્યું કે, તહેવારોમાં લોકો ભેગા થશે તો કોરોના સંક્રમણ વધશે. આથી ગણેશોત્સવ સહિત ઓગષ્ટ માસમાં આવતા હિન્દુ-મુસ્લિમ તહેવારોની ઉજવણી ઉપર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Read More

Related posts

ધન, સંપત્તિ વધારવા માટે મહાશિવરાત્રી પર આ કરો આ જ્યોતિષીય ઉપાય

Times Team

શરીર સુખ માણ્યા બાદ પતિ ફ્લેશલાઈટથી પ્રાઈવેટ પાર્ટ ચેક કરતો, વિદેશમાં રહેતી ભારતીય યુવતીને થયો કડવો અનુભવ

mital Patel

2 વર્ષ સુધી શનિદેવ રહેશે પોતાની રાશિમાં, આ રાશિના લોકો માટે સમય રહેશે શુભ

mital Patel