‘નાગિન 5’નું પહેલું ટીઝર રિલીઝ, હિના ખાન ઈચ્છાધારી નાગિન બની

Times Team
1 Min Read

નાગિન’ની પાંચમી સીઝન ટૂંક સમયમાં આવશે. હાલમાં જ ‘નાગિન 4’ના ક્લાઈમેક્સ એપિસોડનું શૂટિંગ કરીને એકતા કપૂરે ‘નાગિન 5’નું ટીઝર રિલીઝ કર્યું હતું. હિના ખાન પહેલી જ વાર ઈચ્છાધારી નાગિનના રોલમાં હિના ખાન ‘નાગિન 5’માં કામ કરી રહી છે. હવે ચેનલે શોનો પહેલો લુક રિલીઝ કર્યો છે. લુક રિલીઝ કરીને કહેવામાં આવ્યું હતું, ખુલેંગે બરસો પુરાને રાઝ ઔર સામને આયેગા સબસે બલશાલી નાગિન કા ચહેરા.

29 જુલાઈના રોજ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટથી વેનિટીમાં મેકઅપ કરાવતો એક વીડિયો શૅર કર્યો હતો. હિના ખાન નાગિન લુકમાં તૈયાર થતી હતી. આ સાથે જ સોશિયલ મીડિયામાં ‘નાગિન 5’ના સેટ પરના કેટલાક વીડિયો પણ શૅર કર્યાં હતાં. બીજા જ દિવસે શોનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું.

હિના તથા મોહિત મલ્હોત્રા ઉપરાંત શોમાં ધીરજ ધૂપર પણ જોવા મળશે. હિના તથા મોહિત શોમાં કેમિયો કરશે જ્યારે ધીરજ નેગેટિવ રોલમાં જોવા મળશે. શોમાં ‘ઈશ્કબાઝ’ ફૅમ સુરભી ચંદના પણ જોવા મળે તેવી શક્યતા છે.

Read More

Share This Article

विज्ञापन

રાશિફળ

મેષ

વૃષભ

મિથુન

કર્ક

સિંહ

કન્યા

કુંભ

મીન

તુલા

વૃશ્ચિક

ધન

મકર

Weather
10°C
London
overcast clouds
12° _ 9°
91%
6 km/h