NavBharat Samay

ખેડૂતે પોતાની કોઠાસૂઝથી બનાવી Electric Car, એક વાર ચાર્જ કરાવથી ચાલશે 300 કિલોમીટર

દેશમાં વધી રહેલા પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ ઝડપથી વધી રહી છે. ત્યારે સરકાર ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી પર સબસિડી આપી રહી છે.તેના પરિણામે નવા વાહનો ખરીદનારા લોકો તેમની જરૂરિયાત પ્રમાણે ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી કરી રહ્યા છે.ઓડિશાના મયુરભંજ જિલ્લાના ખેડૂત સુશીલ અગ્રવાલે પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે પોતાની ઇલેક્ટ્રિક કાર બનાવી અને એક જ ચાર્જ કરવાથી 300 કિ.મી.ચાલશે સુશીલે જણાવ્યું કે તેણે લોકડાઉન દરમિયાન કાર બનાવવાની શરૂઆત કરી હતી. જે હવે જઈને પૂર્ણ થઇ છે.

સુશીલ અગ્રવાલના જણાવ્યા અનુસાર તેની આ ઇલેક્ટ્રિક કાર એક જ ચાર્જ પર 300 કિ.મી.ની ચાલે છે. તેને ચલાવવા માટે તેમની પાસે 850 વોટની મોટર અને 100 એએચ / 54 વોલ્ટની બેટરી છે. ત્યારે સુશીલે કહ્યું કે આ કારની બેટરી સોલર ઉર્જા દ્વારા ચાર્જ કરવામાં આવે છે અને તેને સંપૂર્ણ ચાર્જ કરવામાં 8 કલાકનો સમય લાગે છે.ત્યારે સુશીલ એ એમ પણ કહ્યું કે, જોકે કાર ચાર્જ કરવામાં વધુ સમય લે છેતો તેની બેટરી આયુષ્ય 10 વર્ષ છે. ત્યારે આ કાર અન્ય કાર કરતા ઘણી સારી છે.

સુશીલ અગ્રવાલે કહ્યું કે તેઓએ લોકડાઉનમાં કાર બનાવવાનું શરૂ કર્યું. આ કાર બે મિકેનિક્સ અને મિત્રની સહાયથી બનાવવામાં આવી છે જેણે મોટર વિન્ડિંગ્સ, ઇલેક્ટ્રિક ફીટીંગ્સ અને ચેસિસ પર કામ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે લોકડાઉન દરમિયાન મારો એક અંદાજ હતો કે પેટ્રોલ અને ડીઝલના ભાવ અનલોક બાદ વધશે. તેથી તેણે ઇલેક્ટ્રિક કાર બનાવવાનું શરૂ કર્યું અને તેમને બનાવવા માટે પુસ્તકો અને યુટ્યુબની મદદ લીધી.

Read More

Related posts

આ રાશિના જાતકો માટે અશુભ સાબિત થઈ શકે છે મંગળ, જાણો કઈ રાશિના લોકોએ ધ્યાન રાખવું પડશે?

mital Patel

પેટ્રોલના ભાવમાં ભડકો થતા મધ્યમવર્ગની કમર ભાંગી ! ગુજરાતમાં પહેલીવાર પેટ્રોલનો ભાવ લિટરદીઠ રૂ. 100ને પાર

mital Patel

મોટી ઉંમરની મહિલાઓ સાથે કરો લગ્ન, મળશે આટલા બધા ફાયદા

Times Team