ખેડૂતોની આતુરતાનો આવ્યો અંત,આગામી 7 દિવસ આ વિસ્તારોમાં વરસાદ ધબધબાટી બોલાવશે

MitalPatel
2 Min Read

આજે (શનિવાર) અમદાવાદ, ખેડા, અરવલ્લી, પંચમહાલ, આણંદ અને મહિસાગરમાં આગાહી છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, દીવમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચમાં તેની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે (રવિવારે) રાજ્યમાં વરસાદનું જોર વધશે.

લાંબા સમયથી કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી રાજ્યમાં ક્યાંય નોંધપાત્ર વરસાદ થયો નથી, પરંતુ હવે બંગાળની ખાડીમાં સિસ્ટમ સર્જાતા ફરી એકવાર મેઘરાજા ગુજરાતમાં ત્રાટકે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે.

છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ઓગસ્ટ મહિનામાં વરસાદ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. પરંતુ શનિવારથી એટલે કે આજથી રાજ્યના હવામાનમાં પલટો આવશે અને વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે તેવા સંકેતો હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યા છે. રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. આવતીકાલે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. લો પ્રેશર સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આવતીકાલે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે. સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, છોટા ઉદપુર, ભરૂચમાં ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, ભાવનગર, મોરબી, બોટાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

reAD mORE

Share This Article

विज्ञापन

રાશિફળ

મેષ

વૃષભ

મિથુન

કર્ક

સિંહ

કન્યા

કુંભ

મીન

તુલા

વૃશ્ચિક

ધન

મકર

Weather
10°C
London
overcast clouds
12° _ 9°
91%
6 km/h