NavBharat Samay

રાજ્યમાં આજે કોરોનાના નવા 1101 કેસ ,22 દર્દીઓના મોત, સૌથી વધુ કેસ આ શહેરમાં નોંધાયા

રોજેરોજ ઊંચે જતા કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1101 પોઝિટિવ રિપોર્ટ ઉમેરતા ગુજરાતમાં કોવિડ-19ના કૂલ કેસોની સંખ્યા વધીને 63,675એ પહોંચી છે. વિતેલા 24 કલાકમાં સુરતમાં સૌથી વધુ 200થી વધુ કેસ મળ્યા છે. જ્યારે રાજ્ય વધુ 22 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 2487એ પહોંચ્યો છે. જ્યારે 805 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને માત આપી છે. આ સાથે 805 દર્દીઓ સાજા થઈને ઘરે ફતાં 46,587 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. આજે રાજ્યમાં 23,255 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ સાથે જ અત્યાર સુધીમાં 8,14,335 ટેસ્ટ કરાયા છે.

આજે સુરત કોપોરેશન 209, અમદાવાદ કોપોરેશન 143, વડોદરા કોપોરેશન 81, રાજકોટ કોપોરેશન 80, ભાવનગર કોપોરેશન 46, મહેસાણા 43, જામનગર કોપોરેશન 40, સુરત 28, પંચમહાલ 27, ભાવનગર 26, જુનાગઢ 21, વલસાડ 20, ગાંધીનગર 19, જુનાગઢ કોપોરેશન 19, નવસારી 19, અમરેલી 17, દાહોદ 17, ખેડા 17, આણંદ 16, ભરૂચ 16, કચ્છ 16, બોટાદ 15, વડોદરા 15, ગીર સોમનાથ 14, રાજકોટ 14, છોટા ઉદેપુર 13, દેવભૂસ્મ દ્વારકા 13, અમદાવાદ 12, જામનગર 12, ગાંધીનગર કોપોરેશન 10, નર્મદા 10, સુરેન્દ્રનગર 10, પાટણ 9, મોરબી 8, સાબરકાંઠા 8, પોરબંદર 7, તાપી 4, બનાસકાંઠા 3, અરવલ્લી 1, મહીસાગર 1 કેસો મળ્યા છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ કોરોનાગ્રસ્ત બન્યા છે. ડોકટરોની સલાહ મુજબ મેદાંતા હોસ્પિટલમાં ભરતી થયા છે. તેમજ તેમના સંપર્કમાં આવનાર સૌને આઈસોલેશનમાં રહેવા અને ટેસ્ટ કરાવવા શાહે વિનંતી કરી છે. આ અંગે ગૃહમંત્રીએ ટ્વિટ કરીને માહિતી આપી હતી.

Read More

Related posts

શનિ અમાવસ્યા પર બે દુર્લભ યોગ બની રહ્યા છે, આ રાશિના જાતકોને કરી દેશે માલામાલ

mital Patel

ભારતમાં આવી રહી છે આ સસ્તી ઇલેક્ટ્રિક કાર, સિંગલ ચાર્જમાં 350 કિમી ચાલશે

mital Patel

સોનાના ભાવમાં મોટો ઘટાડો! સોનું 2786 રૂપિયા સસ્તું થયું, જાણો આજનો 10 ગ્રામ સોનાનો ભાવ

nidhi Patel