NavBharat Samay

બાળકોને શાળામાં હવે મધ્યાહન ભોજન ઉપરાંત બ્રેકફાસ્ટ મળશે !,

બાળકોને યોગ્ય ભોજન ન મળે અથવા તો બીમાર હોય તો તેના અભ્યાસ પર સીધી અસર થાય છે.આ સંજોગોમાં બાળકોના આરોગ્ય તથા પોષણની વિશેષ કાળજી રાખવામાં આવશે. આ તમામ બાબતોને જોતા ટ્રેન્ડ સોશિયલ વર્કર, કાઉન્સિલર તથા કોમ્યુનિટીને શાળાકીય વ્યવસ્થામાં જોડવાની પણ તૈયારી કરવામાં આવી રહી છે.શિક્ષણ નીતિ પ્રમાણે એવી જગ્યા કે જ્યાં બાળકો સુધી ગરમ ભોજન પહોંચતુ નથી ત્યાં આરોગ્યપ્રદ ભોજન જેમ કે-મગફળી, ચણા-ગોળ તથા સ્થાનિક ફળોનો ઉપયોગ કરવામાં આવશે. તમામ શાળાના બાળકોના આરોગ્યની નિયમિત તપાસ કરવામાં આવશે. શાળામાં 100 ટકા રસીકરણની સુવિધા પણ ઉપલબ્ધ બનશે. તેના મોનિટરિંગ માટે હેલ્થ કાર્ડ આપવામાં આવશે.

હવે બાળકોને મિડ-ડે મીલ (મધ્યાહન ભોજન) ઉપરાંત બ્રેકફાસ્ટ આપવા પણ ભલામણ કરવામાં આવી છે. ગયા સપ્તાહે કેબિનેટ સમક્ષ નવી શિક્ષણ નીતિમાં એ બાબત પર વિશેષ ભાર આપવામાં આવ્યો હતો કે બાળકોને સવારમાં પોષણયુક્ત બ્રેકફાસ્ટ આપવાથી તેમનો માનસિક વિકાસ ઝડપી બનશે. અત્રે ઉલ્લેખનીય છે કે સરકારી તેમ જ સરકાર સંલગ્ન તમામ શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના ચલાવવામાં આવે છે.

Read More

Related posts

આ કંપની વેચી રહી છે માત્ર 65 હજાર રૂપિયામાં મારુતિની આ કાર, 32.52 kmpl માઇલેજ ,6 મહિનાની વોરંટી મળશે

nidhi Patel

મિસાઇલ-રોકેટની ગતિ વધશે , DRDOઓએ કર્યું હાયપરસોનિક સ્ક્રેમજેટ એન્જિનની સફળ પરીક્ષણ

Times Team

આ રાશિના જાતકો પર હનુમાનજીના વિશેષ આશીર્વાદ રહેશે ,થશે ધન સંપત્તિમાં વધારો ,જાણો તમારું રાશિફળ

mital Patel