NavBharat Samay

અબુધાબીમાં બની રહેલા BAPS મંદિરમા ભારતથી વિશેષ પથ્થરો,અરબ આર્ટવર્કનો અનોખો સંગમ જોવા મળશે

અબુધાબીમાં બોચાસણ નિવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા ના વિશાળ હિન્દુ મંદિરના પાયાનું નિર્માણ અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે. પરંપરાગત પથ્થરથી બનેલા આ મંદિર વિશે મંદિર મેનેજમેન્ટે આ માહિતી આપી છે. સેંકડો કરોડના ખર્ચે બનાવવામાં આવી રહેલા આ મંદિરના પાયાને લગતો એક વીડિયો તાજેતરમાં સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો. ત્યારે આપને જણાવી દઈએ કે આ મંદિર અબુ મૂરેખ વિસ્તારમાં બનાવવામાં આવી રહ્યું છે, તેનો આ વિસ્તાર 27 એકરમાં ફેલાયેલો છે.

મંદિરના પ્રોજેક્ટ એન્જિનિયરે માહિતી શેર કરી
આ મંદિરના પ્રોજેક્ટ પર કામ કરતા પ્રોજેક્ટ ઇજનેરના જણાવ્યા પ્રમાણે ફાઉન્ડેશનનું નિર્માણ કાર્ય અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે જે એપ્રિલના અંત સુધીમાં પૂરું થઈ જશે. ત્યારે જાન્યુઆરીથી ફાઉન્ડેશનમાં લગભગ 4500 ક્યુબિક મીટર કાંકરેટ કરવામાં આવ્યું છે. મંદિરના પાયામાં બનાવવામાં આવેલી બે ટનલ માટે પત્થરો ભારતથી લેવામાં આવ્યાં છે. ટૂંક સમયમાં તેમને લગાવવાનું કામ પણ શરૂ કરવામાં આવશે. એપ્રિલમાં ફાઉન્ડેશનનું કામ પૂર્ણ થયા બાદ કોતરવામાં આવેલા પત્થરોનું કામ પણ મે મહિનામાં શરૂ થશે.

આ જ કારણે ટનલ બનાવવામાં આવી
સ્થાનિક મીડિયા હાઉસના રિપોર્ટ પ્રમાણે લોકોને એલિવેટરો સુધી લઈ જવા અને પૂજારીઓને મંદિરમાં લઇ જવા માટે આ ટનલ બનાવવામાં આવી છે. ત્યારે ફાઉન્ડેશનનું કામ પૂર્ણ થયા બાદ મંદિરના આકારને પત્થરો અને ટોચ પર વિશેષ આરસની કોતરણી દ્વારા કરવામાં આવશે. પરંપરાગત પથ્થરોથી બનેલા આ મંદિરની અંતિમ ડિઝાઇન અને ભારતમાં હાથથી કોતરવામાં આવેલા પત્થરોની તસવીરો ગયા વર્ષે શેર કરવામાં આવી હતી.

મંદિરમાં ‘આરબ દેશની કલાકારી
આ પથ્થરોને પોલિશ કરવામાં વિશેષ સાવચેતી રાખવામાં આવી છે. રાજસ્થાન અને ગુજરાતના સ્થાનિક કલાકારોએ ભારતમાં આ પથ્થર તૈયાર કાર્ય છે. મેસેડોનિયાના ખાસ ગુલાબી પથ્થર અને આરસનો ઉપયોગ બાંધકામ માટે કરવામાં આવ્યો છે. ત્યારે મંદિરની દિવાલો અને થાંભલાઓ પર હિન્દુ મહાકાવ્યના ચિત્રો અને વાર્તાઓ હશે અને આરબ દેશોની કલાત્મકતા પણ જોવા મળશે. સંસ્થાના જણાવ્યા પ્રમાણે વિશ્વના અન્ય ભવ્ય મંદિરોની જેમ અબુધાબીનું પણ આ મંદિર ખૂબ જ ભવ્ય અને મનોરંજક હશે.

Read More

Related posts

માત્ર 1.9 લાખ રૂપિયામાં મારુતિ સ્વિફ્ટ ઘરે લાવો, મળશે 23.76 kmpl ની માઇલેજ અને આટલા મહિનાની વોરંટી

nidhi Patel

શ્રાવણ મહિનાના પહેલા સોમવારે આ રાશિઓને ધન લાભ થશે ,જાણો તમારું રાશિફળ

nidhi Patel

મુઘલ હરમમાં નવી નવી મહિલાઓને સંતોષવા નવાબ આ વસ્તુઓ ખાતા હતા, આખી રાત દર્દમાં રડતી હતી છોકરીઓ

Times Team