NavBharat Samay

Tata Tiago CNG આવતા મહિને લોન્ચ થશે, જાણો કેટલી માઈલેજ અને કિંમત શું રહેશે

દેશમાં ગયા વર્ષે BS6 ઉત્સર્જન ધોરણ અમલમાં આવ્યું ત્યારે મારુતિ સુઝુકી, VW, રેનો વગેરે જેવી ઘણી કાર ઉત્પાદકોએ તેમના ડીઝલ એન્જિન બંધ કર્યા છે.ત્યારે હ્યુન્ડાઇ અને કિયા જેવી કેટલીક કંપનીઓએ તેમ ન કરવાનો નિર્ણય લીધો, કારણ કે તેમના વેચાણનો મોટો હિસ્સો ડીઝલ મોડલ દ્વારા મેળવવામાં આવતો હતો.ત્યારે ટાટા મોટર્સે મધ્યમ યોજના અપનાવી અને તેના નાના ડીઝલ એન્જિનવાળા વાહનો બંધ કરી દીધા, જ્યારે મોટા ડીઝલ એન્જિનવાળા વાહનો વેચાણ પર રહ્યા.

ટિયાગો CNG લોન્ચ !

મળતી માહિતી પ્રમાણે આગામી ટાટા ટિયાગો સીએનજી બોમ્બે સ્થિત ઘરેલુ કાર ઉત્પાદક કંપનીની પહેલી સીએનજી કાર હશે.ત્યારે કંપનીએ ભારતમાં ટિયાગો સીએનજીની લોન્ચિંગ સમયરેખા હજુ સુધી સત્તાવાર જાહેર કરી નથી ત્યારે દિલ્હી-એનસીઆરમાં ડીલરશીપ સૂત્રોના જણાવ્યા પ્રમાણે નવા ટાટા ટિયાગો સીએનજી દેશમાં આવતા મહિનાના અંતમાં અથવા ડિસેમ્બરની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવશે. ત્યારે તમે આ કાર બુક કરવા માંગો છો, તો ડીલરશીપે તેના માટે પ્રી-બુકિંગ સ્વીકારવાનું શરૂ કરી દીધું છે.

ટાટા ટિયાગો પેટ્રોલ વેરિએન્ટ હાલમાં પાંચ વેરિએન્ટમાં મળી રહી છે જેની કિંમત 4.99 લાખ રૂપિયાથી 7.04 લાખ રૂપિયા, એક્સ-શોરૂમ દિલ્હી છે. ટાટા મોટર્સ આ હેચબેકના મિડ-સ્પેક XT અને XZ વેરિએન્ટમાં આગામી CNG વેરિએન્ટ ઓફર કરી શકે છે. જેની કિંમત 50 થી 60 હજાર રૂપિયા વધુ હશે.

Read More

Related posts

ગણેશ કુંડળીમાં રાજા બનીને આવ્યા છે, આ 6 રાશિને 2021 મળશે રાજા જેવું સુખ

Times Team

બુધવારે ગણેશજીના આ રાશિના જાતકો ઉપર રહેશે વિશેષ આશીર્વાદ

Times Team

ભાજપમાં રહેલ વધુ એક પાટીદાર નેતાં હાંસિયામાં ધકેલાયા ?પેટા ચૂંટણીના પ્રચાર લિસ્ટમાંથી બાકાત કરાયા

Times Team