NavBharat Samay

સુશાંતના વકીલે CBI તપાસની કરી માંગ, મુંબઈ પોલીસ તપાસમાં અડચણ ઉભી કરી રહી છે..

સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યના કેસમાં મુંબઈ પોલીસ દ્વારા કેટલાક ખુલાસા કર્યા છે. સોમવારે મુંબઈ પોલીસના કમિશ્નર પરમબીરસિંહે કહ્યું હતું કે સુશાંતે આત્મહત્યા પહેલા ગુગલ પર કેટલીક વસ્તુ સર્ચ કરી હતી. જેમાં બાઈપોલર, ડિસોર્ડર, સ્તિજોફ્રેનિયા, પેનલેસ ડેથ અને પોતાનું નામ સામેલ છે. જણાવી દઈએ કે બાઈપોલર ડિસોર્ડર અને સ્તઝફ્રેનિયા ગંભીર માનસિક બિમારીઓ છે. અને આ બિમારીનું પરીણામ બહુ ઘાતક આવે છે.  કમિશ્નરમા જણાવ્યા અનુસાર રિયા ચક્રવર્તીએ સુશાંતસિંહ રાજપૂતનું ઘર 8 જૂને મુકી દીધું હતું. કારણ કે તે ડિપ્રેસ  હતી. તેમની હાલત પણ સારી ન હતી. એટલા તે ચાલી ગઈ હતી. જેના પછી સુશાંતની બહેન આવી હતી તે પણ 13 જૂન ચાલી ગઈ હતી. કારણ કે તેની દિકરીની પરીક્ષા હતી.

આ કેસને લઈને બિહાર અને મુંબઈ પોલીસ આમને સામને થઈ ગઈ છે. હવે સુશાંતના પરિવારની તરફથી તેના વકીલ વિકાસસિંહે આ મામલે સીબીઆઈની તપાસની માંગ કરી છે. તેનું કહેવુ છે કે મુંબઈ પોલીસ બિહાર પોલીસને તપાસ નથી કરવા દઈ રહી.

રિયાના બે નિવેદન લેવામાં આવ્યા તેમાં તેણે જણાવ્યું હતું કે તેમના સંબંધોમાં અનબન હતી. તેણીએ મળ્યા ત્યારથી લઈને સુશાંતની માનસિક સ્થિતિ અને બીજી કેટલીક ઘટનાઓને લઈને જાણકારી આપી. રિયા અને સુશાંતના પરિવાર વચ્ચે પણ મનમેળ નહોતો.

લોક જનશક્તિ પાર્ટી (એલજેપી) ના પ્રમુખ ચિરાગ પાસવાને મંગળવારે બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર સાથે ફોન પર વાત કરી. સવારે આશરે આઠ વાગ્યે ચિરાગે નીતીશ સાથે વાત કરી. ચિરાગ અને નીતીશે ફોન પર લગભગ 10 મિનિટ વાત કરી. ચિરાગે ફરીથી નીતીશ કુમાર સાથે સુશાંત સિંહ રાજપૂત કેસની સીબીઆઈ તપાસની માંગ કરી હતી. ચિરાગે આ મુદ્દે ફરીથી મુખ્ય પ્રધાનને પત્ર લખ્યો હતો અને ત્યારબાદ સીબીઆઈ તપાસની માંગ કરી હતી. બીજી તરફ, લોક જન શક્તિ પાર્ટીના ધારાસભ્ય અને સુશાંત સિંહ રાજપૂતના ભાભી નુતન સિંઘનું કહેવું છે કે, આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પહેલાં બિહાર સરકારે સીબીઆઈ તપાસની ભલામણ કરવી જોઈએ.

Read More

Related posts

બીસ્લેરી પાણી વેચીને કેવી રીતે બની 7000 કરોડની કંપની, વાંચો A to Z પૂરો ઈતિહાસ

arti Patel

દિવાળી પર કરો આ ઉપાય,પૈસાથી લઈને લગ્ન ન થવાની સમસ્યાથી મળશે છુટકારો

Times Team

માત્ર 15 હજારમાં ઘરે લઇ આવો 90 હજારની હીરો સ્પ્લેન્ડર પ્લસ , શાનદાર ફીચર્સ સાથે તમને મળશે જબરદસ્ત માઈલેજ, જાણો વિગતો

mital Patel