NavBharat Samay

સુનિતા યાદવનો વીડિયો વાયરલ : જો હું એ દિવસે વર્દીમાં ન હોત તો લંફગાઓના પ્રાઇવેટ પાર્ટ પણ તોડી નાખત

રાજ્યના આરોગ્ય મંત્રી ના પુત્ર અને તેના મિત્રો સાથે લૉકડાઉન દરમિયાન સંઘર્ષમાં ઉતરીને ચર્ચામાં આવેલી લોક રક્ષક (Lok સુનિતા યાદવ ફરી ચર્ચામાં છે. આ વીડિયોમાં સુનિતા એવું કહી રહી છે કે, એ દિવસે જો હું પોલીસ વર્દીમાં ન હોત તો એ તમામના હાડકાં તોડી નાખતી. સાથે તેણીએ એવો બફાટ કર્યો છે કે તે દિવસે તે લોકો મને દારૂ પીવડાવવાની વાતો કરતા હતા. આ વીડિયોમાં સુનિતા કહી રહી છે કે તેણી રાજસ્થાનના જૈસલમેરમાં છે. આ વીડિયો તેણીએ રાગીણી યાદવ સાથે થયેલા અન્યાયની વાત કરી રહી છે.

ફેસબુક પર 18.40 મિનિટના લાઇવમાં સુનિતા કહી રહી છે કે, એ રાત્રે જ્યારે મેં એ લોકોને અટકાવ્યા હતા ત્યારે એ છ લોકો હતા. સિસ્ટમ અને વર્દીને કારણે હું મજબૂર હતી. જો વર્દીમાં ન હોત તો હું છ નહીં પરંતુ 60થી 70 હોય તો પણ તેમના હાડકાં તોડી શકું છું. મેં એ લોકોને ગાળો ભાંડી ન હતી. એ લોકો મને દારૂ પીવડાવવાની વાતો કરી રહ્યા હતા. એ તમામ લોકો દારૂ પીને આવ્યા હતા અને મને દારૂ પીવડાવવાની વાતો કરતા હતા. જો એ દિવસે હું વર્દીમાં ન હોત તો તેમના હાડકાં ભાંગી નાખતી, ત્યાં સુધી કે તેમના પ્રાઇવેટ પાર્ટ પણ તોડી નાખતી.

કાયદો વ્યવસ્થા સુધરશે નહી તેમજ તંત્ર સુધરશે નહી તો હું નોકરી છોડીને બળવા પર ઉતરી જઈશ તેમ કહેતા સુનિતાએ ઉમેર્યું કે, મોદી સાહેબ મંદિર બને છે, એ સારૂ છે. તમે આ કરી શકો છો, તો દીકરીઓની સુરક્ષા કેમ નથી થઈ રહી. આ મારી વોર્નિંગ છે કે, હવે કોઈ દીકરી સાથે કંઈ થયુ તો રાજીનામું મંજૂર થવાની રાહ જોયા વગર જ મેદાનમાં ઉતરીને બળવો કરીશ. સિસ્ટમ, સમાજ અને વ્યવસ્થાની વાટ જોયા વગર જ મેદાનમાં આવી જઈશ.મહિલાઓ તમારી સાથે કંઈ ખોટું થાય તો રણચંડી બનો, એમાં તમારી કોઈ ઈજ્જત નહીં જાય.હું અત્યારે જેસલમેર રાજસ્થાનમાં છું. જેને જે કરવું હોય તે કરી લે. હવે અત્યાચાર કરનારા કોઈપણ હોય તેના હાથ પગ તોડી નાખીશ કે મોતને ઘાટ ઉતારી દઈશ. આ મારી ચેતવણી છે ભલે તેને સાંભળીને મને જેલમાં ધકેલી દેવામાં આવે.

Read More

Related posts

વિચિત્ર રિવાજ : ખેતરમાં નવો પાક લણણી કરતા પહેલા મહિલા સાથે શરીર સુખ માણવું પડે છે

nidhi Patel

1 રૂપિયાનો આ નાનકડો સિક્કો 10 લાખમાં વેચાયો,તમારી પાસે હોય તો તમે અહીં વેચીને અમીર બની શકો છો..

mital Patel

હોળીની જ્વાળા પરથી અંબાલાલ પટેલનો વરતારો: આ વર્ષે 98 ટકા વરસાદ પડવાની આગાહી

Times Team