NavBharat Samay

સોના ચાંદીમાં તોફાની તેજી, 9 વર્ષ બાદ 65,000: સોનુ 55,000 નજીક

કોરોના મહામારીના કારણે સોના-ચાંદીના સપ્લાય અટક્યા હોવાથી તેમજ મેક્સિકો અને લેટિન અમેરિકામાં માઇનિંગ કામગીરી ઠપ હોવાના કારણે ચાંદીમાં ધુંઆધાર તેજી થઇ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી ઉછળી 25 ડોલર તરફ કૂચ કરી 24.40 ડોલર ક્વોટ થઇ રહી છે. જ્યારે સ્થાનિક બજારમાં ચાંદી નવ વર્ષ બાદ ફરી રૂ.65000ની સપાટી પહોંચી છે. સપ્ટેમ્બર 2011માં ચાંદી 65000 થયા બાદ ફરી રૂ.1500ના સુધારા સાથે રૂ.65000 બોલાઇ ગઇ છે. ચાંદીની સાથે સોનું પણ ચમક્યું છે.

લામત રોકાણ માટે હેજફંડ્સ, HNI ઇન્વેસ્ટર્સ, સેન્ટ્રલ બેન્કોની ખરીદી સોના-ચાંદી તરફ ડાઇવર્ટ થઇ છે. હાજર બજારની સાથે વાયદામાં પણ તોફાની તેજી જોવા મળી છે. એમસીએક્સ ખાતે ચાંદી ડિસેમ્બર વાયદો 67000ની સપાટી કુદાવી 67204 જ્યારે સપ્ટેમ્બર વાયદો 65398 ક્વોટ થઇ રહ્યો છે. જ્યારે ઓગસ્ટ સોનું રૂ.52792 ક્વોટ થતો હતો. વૈશ્વિક બજારમાં દિવાળી સુધીમાં ચાંદી 27 ડોલર તથા સ્થાનિકમાં રૂ.75000 સુધી જઇ શકે છે

Read More

Related posts

Maruti Baleno અને Ciazને પણ મળશે ફેક્ટરી ફીટેડ CNG, જાણો ક્યારે લોન્ચ થશે અને કેટલી હશે કિંમત ?

nidhi Patel

ઋષિઓને સમર્પિત છે આજનો દિવસ , જાણો ઋષિ પાંચમના વ્રત રાખનાર વ્યક્તિનું ભાગ્ય એક ક્ષણમાં બદલાય

mital Patel

આજે ગણેશજીના આશીર્વાદથી આ રાશિના લોકોના ઘરમાં વાસ કરશે રિદ્ધિ સિદ્ધિ

nidhi Patel