NavBharat Samay

શરમજનક: રિવાજના નામે ઘરની મોટી છોકરીને દેહ વેપારમાં ધકેલી દેવામાં આવે છે! જાણો વિગતે

મધ્યપ્રદેશના કેટલાક જિલ્લાઓમાં રહેતા બાંચડા સમુદાયમાં એક પરંપરા છે કે પરિવારની મોટી છોકરી દેહ શરીરના વેપારમાં જશે અને એવું પણ કહેવામાં આવે છે કે આ યુવતીની આવક થી ઘરનું ગુજરાન ચલાવવામાં આવશે. જ્યારે આ પરંપરા લોકોની સામે આવી ત્યારે તેણે બધાને ચોંકાવી દીધા હતા. બધાએ આ રિવાજને વહેલી તકે બંધ કરવા જણાવ્યું હતું. ત્યારે અહીં એ પણ જણાવવું મહત્વપૂર્ણ છે કે ફેબ્રુઆરી 1983 માં મધ્યપ્રદેશ વિધાનસભાએ સર્વસંમતિથી આ રિવાજને બંધ કરવા માટે કામ કરવાની મંજૂરી આપી હતી.

બાંછરા સમાજમાં આવી મહિલાઓ કામ કરે છે તે ખેલાડી કહેવામાં આવે છે અને આ મહિલાઓ દેહ વેચીને પૈસા કમાય છે,અને તે તેમના સમાજમાં ખરાબ માનવામાં આવતું નથી. આવી મહિલાઓને ખૂબ માન મળે છે અને આ લોકો સંયુક્ત પરિવારોમાં રહે છે. સમાજમાં મહિલાઓની સ્થિતિ પુરુષો કરતા વધારે ઊંચી હોય છે.

આ દુનિયામાં ધર્મ અને પરંપરાના નામે આવા અનેક રિવાજો છે જેના દ્વારા કોઈને શારીરિક અને માનસિક યાતના સહન કરવી પડે છે. અને આવી જ એક પરંપરા આજે પણ આપણા સમાજમાં ચાલી રહી છે જ્યાં મોટી પુત્રીને દેહના વેપારમાં ધકેલી દેવામાં આવે છે. મંદસૌર, નીમચ અને રતલામ જિલ્લાના 75 ગામોમાં આશરે 23 હજારની વસ્તી સાથે બાંછડા સમુદાય રહે છે. પરંતુ મોટી વાત એ છે કે 2 હજારથી વધુ મહિલાઓ અને યુવતીઓ દેહના વેપારમાં ફસાયેલી છે.

વહિવટી તંત્ર દ્વારા બાંચડા સમુદાયને આ કલંકથી બહાર નીકળવા માટે અનેક વાર પ્રયાસ હાથ ધર્યા હતા પરંતુ તેઓને કોઈ સફળતા મળી નહીં. 2012 માં તત્કાલીન પોલીસ અધિક્ષક ડો. જી.કે. પાઠકે 141 છોકરીઓને મુક્ત કરાવી હતી. પરંતુ આજે પરિસ્થિતિ તેવીને તેવી છે.

Read more

Related posts

ગણપતિ દાદાના આશીર્વાદથી આ રાશિના લોકોની કિસ્મત ચમકી જશે,ઘરમાં આવશે રિદ્ધિ સિદ્ધિ

Times Team

છોકરો ફી ભરવા મહિલા શિક્ષિકાના ઘરે ગયો, સ્વરૂપવાન મહિલા શિક્ષકે 2 કલાક બાદ છોડ્યો.

mital Patel

સૌરાષ્ટ્રમાં મેઘ મહેર : રાજકોટ-ગોંડલમાં 4 ઈંચ, વીરપુર-ઉપલેટામાં 3 ઈંચ અને જસદણમાં 2 ઈંચ વરસાદ

Times Team