NavBharat Samay

CM રૂપાણીની મોટી જાહેરાત મૃત્યુ પામેલા દર્દીઓના પરિવારને 4-4 લાખ અને ઘાયલોને 50 હજારની સહાય

રૂપાણીએ અમદાવાદના નવરંગપુરાની શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાની હોનારતની તાત્કાલિક તપાસના આદેશો આપ્યા છે. સાથે જ આ ઘટનામાં મૃત્યુ પામેલા કોરોના દર્દીઓના પરિવારને રૂપિયા 4-4 લાખની સહાયની મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી છે. આ અંગ્નિકાંડમાં દાઝેલા તથા ઘવાયેલા માટે પણ રૂપિયા 50 હજારની સહાય જાહેર કરવામાં આવી છે. તમામ ઘવાયેલા તથા દાઝેલાને યોગ્ય તેમજ વ્યવસ્થિત સારવાર મળે તે માટે પણ પુરતી તકેદારી રાખવા માટે મુખ્યમંત્રી તરફથી સૂચના આપવામાં આવી છેમૃત્યુ પામેલા કોરોના દર્દીઓના પરિવારને રૂપિયા 4-4 લાખની સહાયની મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી

શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી કોવિડ-19 ડેઝિગ્નેટેડ શ્રેય હોસ્પિટલમાં ગત મધરાતે 3:30 વાગ્યાની આસપાસ અચાનક આગ ભભૂકી હતી. આ આગમાં કોરોનાના દર્દી એવા 5 પુરુષ અને 3 મહિલા સહિત 8 દર્દીના મોત થયા છે. જ્યારે અન્ય 41 જેટલા દર્દીઓને SVP હોસ્પિટલમાં ખસેડાયા છે. એવું પણ મનાય છે કે, આ આગ શોર્ટસર્કિટને કારણે લાગી હતી. જોકે ફાયર વિભાગ આ અંગે તપાસ કરી રહ્યું છે. હાલમાં હોસ્પિટલની બહાર પરિવારજનો અને પોલીસ વચ્ચે ઘર્ષણનો માહોલ સર્જાયો છે. જ્યારે સંપૂર્ણ હોસ્પિટલને ખાલી કરી સીલ મારી દેવાયું છે. આ હોસ્પિટલને ફાયરનું એનઓસી મળ્યું હતું કે કેમ તે પણ તપાસનો વિષય છે. આરોગ્ય સચિવ જયંતિ રવિ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતી. તેઓએ જણાવ્યું હતું કે, સમગ્ર ઘટનાની તટસ્થ તપાસ કરવામાં આવશે અને આ દુર્ઘટના પાછળ કોની બેદરકારી છે તેની પણ તપાસ થશે.

Read More

Related posts

અઢી વર્ષ પછી શનિ રાશિમાં બદલશે, જાણો કઈ રાશિમાં શનિ ધૈયા શરૂ થશે અને કોને મળશે મુક્તિ

mital Patel

શું તમને ખબર છે ! પંખમાં માત્ર 3 પાંખડાં કેમ હોય છે, જાણો તેની પાછળનું કારણ

mital Patel

તમારી પાસે આ 2 રૂપિયાનો જૂનો સિક્કો તો નથી ને..? રાતો રાત બનાવી દેશે માલામાલ

mital Patel