NavBharat Samay

રિયા ચક્રવર્તી EDની ઓફિસ પહોંચી,રિયા સુશાંતને માનસિક બીમાર સાબિત કરવા માંગતી હતી, SCમાં બિહાર પોલીસનું સોગંદનામું

સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)નાં નિઘન મામલે સતત નવાં ખુલાસા થઇ રહ્યાં છે આ વચ્ચે બિહાર પોલીસ (Bihar Police) દ્વારા સુપ્રીમ કોર્ટમાં કેસ CBIને ટ્રાન્સફર કરવાવે કારણે સોગંદનામું દાખલ કરાવ્યું છે જેમાં તેમણે ઘણી મહત્વની વાતો સામે મુકી છે. કોર્ટમાં દાખલ એફિડેવિટમાં બિહાર પોલીસે એક્ટ્રેસ રિયા ચક્રવર્તી અને તેનાં પરિવારનાં સભ્યોને સુશાંત સિંહ રાજપૂતનાં સંપર્કમાં આવ્યાનું એકમાત્ર જ કારણ ગણાવ્યું હતું કે, તેઓ સુશાંતનાં પૈસા પડાવવા માંગતા હતાં.

બિહાર પોલીસે તેમનાં સોગંદનામામાં એમ પણ કહ્યું છે કે, તેઓ સુશાંતને માનસિક બીમાર સાબિત કરવા તેને ખોટી રીતે રજૂ કરવાની ખોટી તસવીર તૈયાર કરી રહી હતી. વરિષ્ઠ પોલીસ અધિક્ષક ઉપેન્દ્ર શર્મા (SSP Upendra Sharma) દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ સોગંદનામામાં આ વાત કહેવામાં આવી છે કે, રિયા ચક્રવર્તી સુશાંત સિંહ રાજપૂતને તેનાં ઘરે લઇ ગઇ હતી અને તેને દવાની માત્રાનો ઓવરડોઝ આપવાનો શરૂ કર્યો હતો.

EDએ રિયાને વ્હોટ્સએપ પર સમન પાઠવ્યું હતું. એક્ટ્રેસે EDને ઈમેલથી જવાબ આપ્યો હતો. રિયાએ ઈમેલમાં એમ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂરી ના થાય ત્યાં સુધી ED પૂછપરછ ના કરે. જોકે, EDએ રિયાની અપીલ ઠુકરાવી દીધી છે. હવે રિયાએ આજે ED સમક્ષ હાજર થવું પડશે.

સુશાંત સુસાઈડ કેસમાં મુંબઈ ગયેલા પટનાના SP વિનય તિવારીને BMCએ ક્વૉરન્ટીનમાંથી મુક્ત કર્યા છે. તેઓ આજે (સાત ઓગસ્ટ) પટના જઈ શકે છે. BMCએ રવિવાર (બીજી ઓગસ્ટ)ના રોજ વિનય તિવારીને જોગેશ્વરીના એક ગેસ્ટ હાઉસમાં ક્વૉરન્ટીન કર્યા હતા. તેમના હાથ પર ક્વૉરન્ટીનનો સ્ટેમ્પ મારવામાં આવ્યો હતો. BMCએ કહ્યું હતું કે લૉકડાઉનના નિયમોનું પાલન કરીને હવે વિનય તિવારી લોકોની પૂછપરછ કરી શકે છે. જોકે, હવે આ કેસની તપાસ CBI કરવાની હોવાથી વિનય તિવારી કોઈ પણ વ્યક્તિની પૂછપરછ કરશે નહીં.

EDએ સુશાંત સિંહ રાજપૂતની બિઝનેસ મેનેજર શ્રુતિ મોદીને સમન્સ પાઠવ્યું હતું. તેને આજે એટલે કે સાત ઓગસ્ટના રોજ ED સમક્ષ હાજર થઈને પોતાનું નિવેદન નોંધાવવાનું હતું.

Read More

Related posts

ABS અને EBD સિસ્ટમ કેવી રીતે કામ કરે છે? ઇમરજન્સી દરમિયાન કોણ શ્રેષ્ઠ છે

mital Patel

80 કરોડ લોકોને દર મહિને 5 કિલો ઘઉં અથવા ચોખા અને 1 કિલો ચણા મફત આપશે મોદી સરકાર

Times Team

આજે રવિવારે માં કુળદેવીની કૃપાથી આ રાશિના લોકો થઇ જશે માલામાલ ,દરેક મનોકામના પૂર્ણ થશે

mital Patel