NavBharat Samay

ગુજરાતમાં વહીં ઉલટી ગંગા,હાર્દિકે CMના ગઢમાં જઈને ભાજપમાં પાડ્યું ભંગાણ, ભાજપીઓ જોડાયા કોંગ્રેસમાં…

ભાજપની કાર્યકરો પ્રત્યેની ઉવેખના અને લોકોના મૂર્ખ બનાવવાના ધંધાથી હવે ખુદ ભાજપના લોકો જ કંટાળ્યા છે : મુખ્યમંત્રીના હોમટાઉનથી ભાજપમાં ભંગાણ પડવાનું શરૂ થયુ છે .આ સીલસીલો હજુ આગળ વધશે તેમ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે પત્રકાર પરિષદમાં જાહેર કર્યુ હતું

રાજકોટ ભાજપ શહેરના પ્રમુખ કમલેશ મીરાણીએ નિવેદન આપતા કહ્યું કે ભાજપના કોર્પોરેટર દક્ષાબેન ભેસાણીયા કોંગ્રેસમાં જોડાશે તે અપેક્ષિત હતું. કોર્પોરેટર તેમજ તેમના પતિ 2 વર્ષથી પાર્ટી વિરોધી ગતિવિધિ કરતા હતા. ભૂતકાળમાં તેમને રાજીનામું આપવાનું નાટક કર્યુ હતું.

કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ આજે રાજકોટના પ્રવશે આવી પહોંચ્યા છે. ત્યારે હાર્દિક પટેલે તોડ-જોડની નીતિ શરૂ કરી દીધી છે. હાર્દિક પટેલની અધ્યક્ષતામાં ભાજપના મહિલા કોર્પોરેટર અને કેટલાક ભાજપના નેતાઓ કોંગ્રેસનો ખેશ ધારણ કર્યો છે.ભાજપમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાયો છે.

હાર્દિક પટેલે જણાવ્યું હતું કે આગામી 15 દિવસમાં વધુ 5 કોર્પોરેટર ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાશે. જો કે આ કાર્યક્રમમાં હાર્દિક પટેલ સહિત કોંગી કાર્યકરો સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવા સહિતનાં નિયમોનો ઊલાળ્યો કરતા જોવા મળ્યા હતા.

Loading...

હાર્દિક પટેલની અધ્યક્ષતામાં વૉર્ડ નંબર 5નાં મહિલા કોર્પોરેટર દક્ષાબેન ભેસાણીયા, સૌરાષ્ટ્ર APMCના વેપારી મંડળના પ્રમુખ અતુલ કમાણી, NOGના ચાંદનીબેન, ભાજપના પિયુષભાઈ, જીતેન્દ્ર રૈયાણી અને ABVPના 9 હોદ્દેદારો સહિત 30 જેટલા કાર્યકરો બજપ છોડી કોંગ્રેસમાં જોડાયા છે.

Read More

Related posts

ડોકટરોએ મહિલાનામોઢામાંથી 4 ફૂટ લાંભા નાગને કાઢ્યો,જાણો વિગતે

Times Team

રશિયાને કોરોના રસીના ઉત્પાદન માટે ભારત પર અપેક્ષા

Times Team

ગુજરાતમાં 24 કલાકમાં ચોમાસું વધુ આક્રમક બનશેઃ આ વિસ્તારમાં અતિભારે વરસાદની આગાહી

Times Team
Loading...