NavBharat Samay

રાજકોટ બેડના અભાવે દર્દીઓની દયનીય સ્થિતિ, ઘરેથી ખાટલા લાવી પટાંગણમાં સુવડાવવા મજબુર,

રાજકોટમાં આજે પણ ચૌધરી હાઇસ્કૂલના મેદાનમાં દર્દીઓ રાહ જોતા જોવા મળે છે. સારવાર માટે દોડી આવેલા દર્દીઓની સ્થિતિ ખૂબ દયનીય છે. તેઓ આખી રાત એક રીક્ષામાં તો કોઈ કારમાં અથવા એમ્બ્યુલન્સમાં લાઇનમાં ઉભા રહે છે. હોસ્પિટલમાં પથારીના અભાવને કારણે હોસ્પિટલના પટાંગણમાં દર્દીઓ ઓક્સિજનની બોટલોથી સારવાર લઈ રહ્યા છે. હવે એમ્બ્યુલન્સ પછી ખાટલાની લાઇન લાગે તો આશ્ચર્ય ન કરો.

ચૌધરી હાઇસ્કૂલના મેદાનમાં રાહ જોતા દર્દીઓમાંથી એકની હાલત બગડતાં તેને ઓક્સિજન લેવાની ફરજ પડી હતી. જેંતીભાઇના પરિવારના સભ્યએ જણાવ્યું કે તેઓ ગઈકાલે રાત્રે 9 વાગ્યાથી લાઇનમાં ઉભા છે. તબિયત ખરાબ હોવાને કારણે ઘરેથી પલંગ લાવવાની અને રાત્રે પથારીમાં રાખવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આખી રાત દર્દીને ખુલ્લા મેદાનમાં પથારીમાં સૂવાની ફરજ પડી હતી. જો કે, 13 કલાક પછી, આજે સવારે 10 વાગ્યે, દર્દી હોસ્પિટલમાં બેડ મળ્યો હતો.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થવા માટે દર્દીઓની લાંબી લાઇનો હજી જોવા મળી રહી છે.ત્યારેરાજકોટ સિવિલની કોવિડ હોસ્પિટલના એન્ટ્રી ગેટથી ચૌધરી હાઇસ્કૂલના મેદાનમાં ગઈકાલે રાત્રે 9 વાગ્યાથી 50 થી વધુ એમ્બ્યુલન્સ હોસ્પિટલની બહાર ઉભી રહી છે. ત્યારે 12-12 કલાક લાઈનમાં ઉભા રહેલા દર્દીઓની હાલત કફોડી બની છે. ત્યારે મોટાભાગના દર્દીઓ ઓક્સિજન પર હોય છે અને એમ્બ્યુલન્સમાં તેમની સારવાર કરવામાં આવે છે.

Read More

Related posts

સોમવતી અમાવસ્યા પર 57 વર્ષ બાદ એકસાથે ચાર દુર્લભ સંયોગ,આ વસ્તુનું દાન કરવાથી થશે રૂપિયાનો વરસાદ

mital Patel

ડ્રેગન ફળ આરોગ્ય માટે છે અમૃત, પેટની સમસ્યાઓ કરે છે દૂર

Times Team

હું એક પરણિત પુરુષ છું જયારે સાસુ ઘરે આવે છું ત્યારે દિવસમાં ત્રણ વખત શ-રીર સુખ માણે છે.. પણ તેનું પાણી નીકળતું જ નથી

mital Patel