NavBharat Samay

PM મોદીએ શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ મૃતકોના પરિવારને 2-2 લાખની સહાય ની જાહેરાત કરી

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદના નવરંગપુરાની શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાની હોનારતની તાત્કાલિક તપાસના આદેશો આપ્યા છે. તેમણે આ બનાવની તપાસ માટે રાજ્યના બે વરિષ્ઠ IAS અધિકારીની કમિટિ રચી છે. આમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતાસિંઘ અને શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પૂરીનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીએ તેમને આ સમગ્ર ઘટના કઈ રીતે બની તે અંગેની તલસ્પર્શી તપાસ 3 દિવસમાં કરીને જવાબદાર લોકોની જવાબદારી નક્કી કરવા સહિતનો અહેવાલ રાજ્ય સરકારને આપવા સૂચનાઓ પણ આપી છે.

આ ઘટનામાં મૃત્યુ પામેલા કોરોના દર્દીઓના પરિવારને રૂપિયા 2-2 લાખની સહાયની મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી છે. આ અંગ્નિકાંડમાં દાઝેલા તથા ઘવાયેલા માટે પણ રૂપિયા 50 હજારની સહાય જાહેર કરવામાં આવી છે. તમામ ઘવાયેલા તથા દાઝેલાને યોગ્ય તેમજ વ્યવસ્થિત સારવાર મળે તે માટે પણ પુરતી તકેદારી રાખવા માટે મુખ્યમંત્રી તરફથી સૂચના આપવામાં આવી છે.

શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા કોરોના દર્દીઓના પરિવારોને સાંત્વના આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી છે. તેમણે એવી પણ પ્રાર્થના કરી છે કે આ અગ્નિકાંડમાં દાઝેલા તથા ઘાયલ થયેલા ઝડપથી સાજા થઈ જાય. આ અંગે તેમણે મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા અમદાવાદના મેયર બિજલ પટેલ સાથે વાત કરી હતી. વડાપ્રધાને એમ પણ કહ્યું હતું કે, વહીવટીતંત્ર તરફથી તમામ સહાયની કામગીરી અદા કરવામાં આવી રહી છે.

Read More

Related posts

17 વર્ષની છોકરી 21 વર્ષીના યુવકથી થઇ ગ-ર્ભવતી બનાવી,Youtubeમાં વીડિયો જોઇને છોકરીએ બાળકને જન્મ આપ્યો

mital Patel

પેટ્રોલ-ડીઝલ બાદ CNGના ભાવમાં પણ વધારો, જાણો નવી કિંમત શું છે?

mital Patel

મારુતિ સુઝુકીની નવી અલ્ટો 2022 ફરી ધૂમ મચાવવા આવી રહી છે,કંપનીએ જાહેર કર્યા ફોટો

mital Patel