NavBharat Samay

ખેડૂતોના ખાતામાં આ દિવસે આવશે 2000 રૂપિયા,ચેક કરો તમારું નામ છે કે નહિ ?

PM કિસાન સન્માન યોજનામાં કેન્દ્ર સરકાર આ રૂપિયા ત્રણ હપ્તામાં આપે છે પ્રથમ હપ્તો 1 ડિસેમ્બરથી 31 માર્ચની વચ્ચે જમા કરવામાં આવે છે, જ્યારે બીજો હપ્તો 1 એપ્રિલથી 31 જુલાઇની વચ્ચે અને ત્રીજો હપ્તો 1 ઓગસ્ટથી 30 નવેમ્બર વચ્ચે જમા કરાવવામાં આવે છે.જો તમારા દસ્તાવેજો સાચા છે, તો 11.17 કરોડ નોંધાયેલા ખેડુતોને સાતમો હપ્તાનો લાભ પણ મળશે. તેથી તમારા રેકોર્ડ ચેક કરો જેથી પૈસા મળવામાં કોઈ તકલીફ ન રહે. જો રેકોર્ડમાં કોઈ ગેરરીતિ છે તો ચોક્કસપણે તમને યોજનાનો લાભ મળશે નહીં.

મોદી સરકાર તેની સૌથી મોટી ખેડૂત યોજના હેઠળ ખેતી માટે તમારા બેંક ખાતામાં 2000 રૂપિયા મોકલવાની તૈયારી કરી રહી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો સાતમો હપ્તો 1 ડિસેમ્બરથી શરૂ થશે. એટલે કે, 18 દિવસ પછી, કેન્દ્ર સરકાર તમારા ખાતામાં 2000 રૂપિયા જમા કરશે. આ યોજના હેઠળ વાર્ષિક ત્રણ હપ્તામાં 6000 રૂપિયા આપવામાં આવે છે. અત્યાર સુધીમાં 6 હપ્તા ખેડુતોને મોકલાયા છે.

આ રીતે ચેક કરો રેકોર્ડ સાચો છે કે નહીં

પીએમ કિસાન સન્માન નિધિ યોજના (pmkisan.gov.in) ની સત્તાવાર વેબસાઇટ છે. વેબસાઇટમાં પર જઈને તમારે ‘ Farmers Corner’ માં ક્લિક કરવું પડશે.

જો તમે પહેલાં અરજી કરી છે અને તમારો આધાર યોગ્ય રીતે અપલોડ કરવામાં આવ્યો નથી અથવા કોઈ કારણોસર આધાર નંબર ખોટી રીતે દાખલ થયો છે, તો તેની માહિતી તેમાં મળશે.

Read More

Related posts

આ 3 રાશિઓ પર પડશે શનિની વિશેષ કૃપા, ચમકશે ભાગ્યનો સિતારો, થશે ધનનો વરસાદ

nidhi Patel

ગુજરાતમાં કોરોનાના ઓલટાઈમ હાઈ 3575 નવા કેસ, 22ના દર્દીના મોત

mital Patel

આજથી આ વિસ્તારોમાં આભ ફાટશે! સૌરાષ્ટ્રના દક્ષિણ, ઉત્તર અને 2 જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર

mital Patel