NavBharat Samay

પતંજલિ આયુર્વેદે 2019-20 નાણાકીય વર્ષમાં 425 કરોડ રૂપિયાની કમાણી કરી,જાણો બાબા રામદેવે શું કહ્યું

નાણાકીય વર્ષ 2019-20માં પતંજલિ આયુર્વેદનો કુલ નફો 21.56 ટકા વધીને રૂ. 424.72 કરોડપહોંચ્યો છે. બિઝનેસ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ ટોફલર આ વિશે માહિતી આપી છે. તેના છેલ્લા વર્ષ એટલે કે નાણાકીય વર્ષ 2018-19માં, કંપનીનો કુલ નફો 349.37 કરોડ રૂપિયા હતો. 31 માર્ચ પૂરા થયેલા ક્વાર્ટરમાં પતંજલિની આવક પાછલા વર્ષની સરખામણીમાં 5.86 ટકા વધીને 9,022.71 કરોડ રૂપિયા પહોંચી છે. આયુર્વેદનો કુલ ખર્ચ 5.34 ટકા વધીને રૂ. 8,521.44 કરોડ થયો છે. ગયા વર્ષની તુલનામાં ટેક્સ પહેલાંનો નફો 25.12 ટકા વધીને રૂ. 566.47 કરોડ થયો છે. એક વર્ષ પહેલા આ આંકડો 452.72 કરોડ રૂપિયા હતો.

કંપનીના ઓઉટલૂક વિશે વાત કરતા રામદેવે જણાવ્યું કે પતંજલિના ઉત્પાદનો પર લોકોનો વિશ્વાસ વધ્યો છે. શુદ્ધ અને સસ્તા ઉત્પાદનોની ઉપલબ્ધતાને કારણે તેમનો આત્મવિશ્વાસ વધ્યો છે, જે કંપનીના વિકાસમાં જોવા મળ્યો છે તેમણે એમ પણ કહ્યું કે ગયા વર્ષના નાણાકીય વર્ષ કરતા આ નાણાકીય વર્ષ (2020-21) માં અમારો વિકાસ વધુ વધશે. દિવ્યા ફાર્મસી જેવા કેટલાક સેગમેન્ટમાં મોટી તેજી જોવા મળશે.

પતંજલિની અન્ય આવક દ્વારા થતી આવકમાં પણ રૂ. 18.89 કરોડથી લગભગ ત્રણ ગણા ઉછાળા થઈને રૂ. 65.19 કરોડ થઈ ગઈ છે. પતંજલિ આયુર્વેદના પરિણામો અંગે નિવેદન આપતા સ્વામી રામદેવે ન્યૂઝ એજન્સી પીટીઆઈને કહ્યું, ‘છેલ્લું નાણાકીય વર્ષ અમારા માટે ખૂબ પડકારજનક હતું, જે દરમિયાન અમે રૂચી સોયાને હસ્તગત કર્યા. નાણાકીય પડકારો હોવા છતાં અમે કામ કરવાનું ચાલુ રાખ્યું છે.

Read More

Related posts

પરણિત પુરુષો માટે આ વસ્તુ વરદાનથી ઓછી નથી! મહિલાઓ પણ તેનો ઉપયોગ કરી શકે છે

Times Team

શું તમે જાણો છો કે મૃત્યુ પછી અસ્થિ વિસજર્ન શા માટે કરવામાં આવે છે? જાણો કારણ

mital Patel

ભગવાન શિવનો આ ઉપાય બદલી નાખશે તમારી કિસ્મત, દરેક મનોકામના પુરી થશે, આજે જ આ રીતે કરો ઉપાય

Times Team