ન મોંઘી ગાડી, ન ઘોડા કે ન હાથી… 101 ટ્રેક્ટરમાં જાન સાથે સરપંચ વરરાજા પરણવા નીકળ્યા, આખું ગામ જોતું રહી ગયું

ટ્રેક્ટર પર નીકળેલી શોભાયાત્રા બલોત્રા જિલ્લાના સિંધરી નજીકના નાના ગામના સરપંચ હનુમાન રામ ગોદારાની છે. આ શોભાયાત્રા 101 ટ્રેક્ટર પર સવાર થઈને, નાચતા-ગાતા અને ધામધૂમથી…

ટ્રેક્ટર પર નીકળેલી શોભાયાત્રા બલોત્રા જિલ્લાના સિંધરી નજીકના નાના ગામના સરપંચ હનુમાન રામ ગોદારાની છે. આ શોભાયાત્રા 101 ટ્રેક્ટર પર સવાર થઈને, નાચતા-ગાતા અને ધામધૂમથી સસરાના ઘરે પહોંચી હતી. લગ્ન એ કોઈપણ વ્યક્તિના જીવનમાં એક એવું બંધન છે, જે અનેક જન્મો સુધી ટકી રહે છે. લગ્નને યાદગાર બનાવવા માટે લોકો સામાન્ય રીતે વિવિધ પ્રકારની નવનતા કરતા હોય છે.

મોટાભાગની જાનમાં હાથી, ઘોડા અને લક્ઝરી વાહનો જોવા મળે છે, પરંતુ તમને એ જોઈને નવાઈ લાગશે કે આ જાનમાં વરરાજા ગાડી કે ઘોડા પર નહીં પણ ટ્રેક્ટર પર બેસીને નીકળ્યા હતા. આ જાનમાં 101 ટ્રેક્ટર પર 500 લોકો નીકળ્યા હતા. આ લગ્નની જાનની ખાસ વાત એ હતી કે વરરાજા પોતે ટ્રેક્ટર ચલાવીને પોતાના સાસરે પહોંચ્યો હતો.

101 ટ્રેક્ટર પર નીકળેલી જાનના ફોટો અને વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ લગ્ન જાનમાં વરરાજા ઘોડાને બદલે ટ્રેક્ટર પર સવાર હતા. વરરાજા પોતે ટ્રેક્ટર ચલાવીને પોતાના સાસરે પહોંચ્યો હતો. આ અનોખી જાનમાં લગ્નના 500 જેટલા મહેમાનો ટ્રેક્ટરમાં મુસાફરી કરી રહ્યા હતા.

આ જાન જ્યાંથી નાચતા-ગાતા પસાર થતી હતી ત્યાંથી દુકાનદારો અને વટેમાર્ગુઓ પણ રોકાઈને જોતા હતા. સરપંચ વર હનુમાન રામ ગોદરાએ જણાવ્યું કે તેમના લગ્નને યાદગાર બનાવવા માટે તેમણે 101 ટ્રેક્ટર પર જાન કાઢી હતી. જાન કાઢવા માટે 101 ટ્રેક્ટરની વ્યવસ્થા કરવામાં આવી હતી. જાન નીકળતા પહેલા ગામમાં 101 ટ્રેક્ટર પાર્ક કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ ખૂબ જ ધામધૂમથી જાન કાઢવામાં આવી હતી. આ લગ્નની ચર્ચા સોશિયલ મીડિયા દ્વારા દરેક જગ્યાએ થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *